- પીસીબી અને એસોજીને મોટી સફળતા મળી
- ચારેય ઈસમ પાસેથી 138 સીમકાર્ડ જપ્ત કરાયા
સુરત ન્યૂઝ : સુરત પીસીબી અને એસોજીને મોટી સફળતા મળી છે . ગેરકાયદેસર રીતે એક્ટિવ કરેલા મોબાઈલ સીમકાર્ડ સાથે ચાર ઈસમો ને ઝડપી પાડવામાં આવ્યા છે . ચારેય ઈસમ પાસેથી 138 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે . એસઓજી અને પીસીબી ની ટીમે સના મીલ ભેસ્તાન પાસે વોચ ગોઠવીને અફઝલ વ્હોરા અને આદિલ વ્હોરા નામના ઇસને ઝડપી પાડ્યા છે . તેમની પાસેથી 101 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે .
આ ઉપરાંત આરોપીની પૂછપરછ બાદ સીમકાર્ડની ડીલેવરી આપવા આવેલા અન્ય બે સમૂહ પણ ઝડપાયા છે . શાંતિનગર સાઈબાબા મંદિર પાસેથી આરીફ સૈયદ અને મોહમ્મદ ફારુક મેમણની ધરપકડ કરાઇ છે . આ બંને પાસેથી 37 પ્રિ-એક્ટિવ સીમકાર્ડ કબજે કરવામાં આવ્યા છે . સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે .
ભાવેશ ઉપાધ્યાય