- સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો,
- આરોપી 1 કરોડના જથ્થો મોકલ્યા બાદ 7 માસથી હતો ફરાર
Surat : ડ્રગ્સ અભિયાન અંતર્ગત નશાકારક ડ્રગ્સ ઝડપી લેવામાં આવે છે. ત્યારે 7 મહિના અગાઉ ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીએ મુંબઈથી જથ્થો ખરીદ્યો હોવાનું સામે આવ્યું હતું. તેમજ લાલગેટમાંથી SOGએ સાત મહિના પહેલા એક કરોડનું MD ડ્રગ્સ પકડી પાડયું હતું. તેમજ આ ગુનામાં ક્રાઇમબ્રાંચે MD સપ્લાય કરનાર ડ્રગ્સ માફીયા હસન બાબાને મુંબઈથી દબોચી લીધો છે.
બેગ ફેંકી નાસી ગયો હતો
અગાઉ આ ગુનામાં બે આરોપીઓ પકડાયા હતા. 29મી તારીખે ડ્રગ્સ માફીયા મુહમ્મદ કાસીફ લેપટોપની બેગ ખભે લટકાવી મોપેડ પર રામપુરા લાલમીયા મસ્જિદ પાસે આવ્યો હતો. તેમજ કાસીફ પાસેથી બેગ શહેબાઝ ખાને લઈ લીધી હતી. આ ઉપરાંત બન્ને એકબીજા સાથે વાત કરતા હતા, એટલામાં શંકા જતા બન્ને લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં દોડી ગયા હતા.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
પોલીસે 1 કરોડનું MD કબજે કર્યુ હતું. તેમજ આ ગુનામાં આરોપીઓને MD ડ્રગ્સ મુંબઈના હસન ઉર્ફે હસનબાબા હારૂન શેખએ આપ્યું હતું. તેમજ આરોપી છેલ્લા 7 મહિનાથી ભાગતો હતો. આ દરમિયાન આખરે પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મહત્વપૂર્ણ છે કે, સુરત SOG પોલીસે ગત 29 એપ્રિલ 2024ના રોજ લાલગેટ વિસ્તાર માંથી એક કરોડથી પણ વધુનો પ્રતિબંધિત MD ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.