• કાપોદ્રા વિસ્તારમાં લોકોને કામ માટે બોલાવી અવાવરું જગ્યાએ લઈ જઈ ચપ્પુ બતાવી લૂંટી લેનાર ઝડપાયા

સુરત ન્યૂઝ : સુરતના  કાપોદ્રા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે . લોકોને કામ માટે બોલાવી અવાવરું જગ્યાએ લઈ જઈ ચપ્પુ બતાવી લૂંટી લેનાર આરોપી ઝડપાયા છે . બંને આરોપી લોકોને જાહેરાતમાંથી નંબર જોઈ કામકાજ માટે બોલાવતા હતા . પોલીસે ફરિયાદના આધારે બે ઇસમોને ઝડપી પાડયા હતા. આ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે . એક આરોપી ગુજસીટોકના ગુનામાં ઝડપાયો હતો અને હાલ આરોપી જામીન પર છૂટ્યો છે . જામીન પરથી છૂટ્યા બાદ તેણે કારસ્તાન આચર્યું હતું . બંનેની પૂછપરછમાં અન્ય ખુલાસા થાય તેવી શકયતા વર્તાય રહી છે .

ભાવેશ ઉપાધ્યાય 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.