Abtak Media Google News
  • સુરતમાં નફાની લાલચમાં 12 ડોક્ટર છેતરાયા!

  • 5.24 કરોડની ઠગાઈ કરનાર આરોપીની સુરત ઈકોનોમિક સેલે કરી ધરપકડScreenshot 4 1 1

સુરત ન્યુઝ : સુરતની સ્મીમેર હોસ્પિટલ સતત ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે તબીબો સાથે એમ્બ્યુલન્સ ભાડે મુકવાના નામે ઠગાઈ આચરવાનો કેસમાં ચર્ચામાં આવ્યો છે. એમ્બ્યુલન્સના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી સુરતના 12 ડોક્ટર સાથે 5.24 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. આ કેસની તપાસ ઇકો સેલ દ્વારા કરવામાં આવી રહી હતી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરવામાં આવેલી કરોડો રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડો. હાર્દિક પટવાની સુરત ઈકોનોમિક સેલે ધરપકડ કરી છે.Screenshot 6 1 1

12થી વધુ ડોકટર ઝાળમાં ફસાયા

સમગ્ર મામલામાં 12થી વધુ ડોકટર તેની ઝાળમાં ફસાઈ ગયા હતાં. આ તબીબોએ 5.24 કરોડ રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો. જેથી સ્મિમેર હોસ્પિટલમાં બાયો કેમિસ્ટ્રી વિભાગમાં ટ્યૂટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડો. કપિલ અરવિંદ શહાણે એ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે સ્મિમેર હોસ્પિટલના ડો. હાર્દિક પટવા, તેના ભાગીદાર હેમંત પરમાર અને મયૂર ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ઘરી હતી.Screenshot 5 1 1

મુખ્ય આરોપી ડો.હાર્દિકની ઇકો સેલે કરી ધરપકડ

તપાસમાં મુખ્ય આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામીએ ભેગા મળી 12 તબીબોને એમ્બ્યુલન્સ ખરીદી તેને કંપનીઓમાં ભાડે આપી ઉંચ્ચું વળતર મેળવવાની લાલચ આપી JSW સ્ટીલ કંપનીના ખોટા કોન્ટ્રાક્ટ ઓર્ડર બનાવી તબીબોને બતાવી તમામ પાસેથી એમ્બ્યુલન્સ ખરીદવા 5.24 કરોડ ઉધરાવી નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડો.હાર્દિકની ઇકો સેલે ધરપકડ કરી છે. તેમજ બાકીના બંને આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.