• 13 જેટલી IDO જનરેટ કરાવી કુલ રૂપિયા 51 લાખ રોકાણ સાથે કરી છેતરપીંડી

Surat: બ્લોક ઓરા કંપનીમાં બ્લોક ઓરા કોઈના નામે રોકાણ કરાવી દરરોજ એક ટકા વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લેક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને કોઈપણ વળતર નહીં આપી કે રોકાણ કરેલી મૂડી પરત નહીં આપી પોતાના આર્થિક ફાયદો મેળવી ગુનાહિત કૃત્ય કરનાર ટોળકી પૈકી એક આરોપીની સુરત ધરપકડ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ…. સુરતના ઉધના ભાટે ના વિસ્તારમાં રહેતા અક્રમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, બ્લોક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની, નિતીન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો તે ઉપરાંત કાસીફ મુલતાની અને એજાજ મુલતાની સહિત જાવી મુલતાનીએ, 15 મે 2022 ના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઈન ના નામથી રોકાણ કરાવ્યું. તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું એક ટકા મુજબનું વળતર મળશે. આ લાલચ આપી 20 ડોલર થી લઈ 5,000 ડોલર વાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોક ઓરા કંપનીની DEFIAI.IO ના નામથી તથા www.blockaura.com વેબસાઈટમાં આઇડિયો જનરેટ કરી www.coinmarketcap.comના એક્સચેન્જ ઉપર કોઈ આવી ગયા હોવાનું જણાવી વધુને વધુ રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરાવી 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવી હતી.

આ સમગ્ર મામલે ઇકો સેલના એસીપી જી.એ.સરવૈયાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ 13 જેટલી આઈડી જનરેટ કરાવી કુલ 51 લાખ મેળવી બ્લેક ઓરા કંપનીની DEFIAI.IO ના નામથી તથા www.blockaura.com વેબસાઈટ બંધ કરી એકબીજાની મદદગારીથી આકૃત્ય કર્યું હતું. જે અંગે ફરિયાદ નોંધ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી આ ટોળકી માં સામેલ જાવી ભાઈ મુલતાની ની ધરપકડ કરવામાં આવી છે. સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેમની શોધખોળ ચાલુ છે.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.