સુરત: ભારત દેશનો માનવતાનો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત ખાતે માત્ર છ દિવસના ઠુંમર પરિવારના બાળકના પાંચ અંગોના દાનથી ચાર જીવન રોશન થયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અઢારમું અંગદાન કરવામાં આવ્યું હતું. બાળકના લીવર, બંને કીડની અને બંને ચક્ષુઓના દાન કરાયા હતા. બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ હતી જાહેર થતાની સાથેજ ડાયમંડ હોસ્પીટલના સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કરી NICU વિભાગમા સારવાર શરુ કરવામાં આવી હતી.

01 15

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, મૂળ સૌરાષ્ટ્ર ઉપલેટાના ઢાંક ગામના વતની અને હાલ સુરતની સુખશાંતિ સોસાયટી વેલંજા વિસ્તારમાં રહેતા મનીષા મયુર ઠુંમરની દીકરીનાં અંગદાનથી ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. મયુર પ્લંબિંગ મજુરી કામ સાથે સંકળાયેલા છે. ત્યારે સોમવારના રાત્રે 8:24 વાગ્યે મનીષા ઠુંમરને નોર્મલ ડીલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં દીકરીનો જન્મ થયો હતો. ત્યાંથી દીકરીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત ડાયમંડ હોસ્પીટલમાં ખસેડી NICU વિભાગમાં સારવાર શરુ કરવામાં આવી હતી.

ત્યારબાદ ડાયમંડ હોસ્પિટલના ડો. અલ્પેશ સિંઘવી તથા ડો. મીનેશ ભીકડિયા એ તેની સારવાર શરુ કરી હતી. તેમજ સઘન સારવાર બાદ બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. ત્યારે બ્રેઈન ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડા એ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છેના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ફાઉન્ડર પી. એમ. ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશભાઈ કાછડીયા , તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી વાનાણી, દિનેશ નાવડિયા, અને માવજી માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્યણને આવકાર્યો હતો

02 14

અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ, તો આપ આગળ વધો એવું મનીષા ઠુંમર સહીત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનાનો સંપર્ક કરી, ડાયમંડ હોસ્પિટલમાંથી સોટોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરતા શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર – નાણાવટી હોસ્પિટલ, મુંબઈ અને બન્ને કિડની- IKDRC, અમદાવાદ, બંને ચક્ષુ- લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક, અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું. ટીમ જીવનદીપ એ બેબીના માતા-પિતા અને સગા સંબંધીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેના દ્વારા બંને કિડની, લીવર, અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું.

અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર- પી.એમ.ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડૉ. હરેશભાઈ પાગડા, ડો. નીલેશ કાછડિયા, ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડો. ક્રિષ્ના ભાલાળા, બીપીન તળાવીયા, જસ્વિન કુંજડીયા, નીતિનભાઈ ધામેલીયા, હાર્દિક ખીચડીયા, સતિષ ભંડેરી, વૈઝુલ વિરાણી, સાગર કોરાટ, મિલન રાખોલિયા, સંજય તળાવીયા, અભિષેક સોનાણી અને સમગ્ર ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટી ગણ તથા સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું. ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમય સર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મીનીટોમાં ડાયમંડ હોસ્પીટલ થી સુરત રેલવેસ્ટેશન સુધીનો ગ્રીનકોરીડોર તથા સુરત થી IKDRC, અમદાવાદ સુધીનો ગ્રીનકોરીડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી રેલ્વે ઓથોરીટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો.

03 14

અંગદાતા બેબીના પરિવારની વિગત : મયુરભાઈ રવજીભાઈ ઠુંમર (પિતા) મનીષાબેન મયુરભાઈ(માતા), ચેતનભાઈ(મોટા પપ્પા), રવજીભાઈ ઠુંમર(દાદા), કાંતાબેન (દાદી) અને સંગીતાબેન  (ફઈ) છે. અગાઉ 100 કલાકના બાળકનું અંગદાન અને 120 કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશના માધ્યમથી થયું હતું. ત્યારે ભારતદેશમાં નાનીવયે ત્રીજું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.