- ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમ વેચાણ કરતી દુકાનો પર દરોડા
- 15 દુકાનો પર દરોડા
સુરત ન્યૂઝ : ગુજરાતભરમાં ભેળસેળવાળી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. અનેકવાર આરોગ્ય વિભાગ દરોડા પાડી વસ્તુઓના સેમ્પલ લે છે અને ત્યારબાદ ચોંકાવનારા ખુલાસા કરે છે.તો સુરતના આરોગ્ય વિભાગે પણ આઇસ્ક્રીમની દુકાનો પર દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.મનપાના ફૂડ વિભાગે 15 દુકાનો પર દરોડા પાડયા છે .આઈસ્ક્રીમના વિવિધ નમુના લઈ તપાસ માટે લેબમાં મોકલાયા છે . નમુનાના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
ભાવેશ ઉપાધ્યાય