Surat : સરથાણા પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ 500 મીટરના અંતરે વ્રજરાજ રેસીડેન્સી આવેલી છે. ગતરોજ રાત્રે 9:30 આસપાસ એક કારચાલક સોસાયટીમાં ખુશી આવ્યો હતો. સોસાયટી ની અંદર પસાર થયા બાદ A 4 બિલ્ડીંગ ની બહાર બેસેલા બાળકો અને લોકો પાસે રિવર્સમાં કાર લાવ્યો હતો. ત્યારબાદ તેમની સાથે કોઈક ઈસમ અંગે પૂછપરછ કરી હતી. જોકે ચા બેસેના લોકો કંઈ ન જાણતા હોવાનું કહ્યું હતું.
કાર ચાલકની બાજુની સીટ પર બેસેલા એક ઈસમ દ્વારા લોકો સાથે વાતચીત કર્યા બાદ અચાનક જ પોતાની પાસે રહેલી ગનથી કારમાં બેઠા બેઠા જ હવામાન એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગના કારણે ત્યાં બેસેલા બાળકો સહિતના લોકો ડરી ગયા હતા. આ સાથે જ તેની આસપાસ રહેલા લોકોને પણ હટી જવા માટે કહી રહ્યા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
સ્ટેશનની પાછળની સાઈડ જ આવેલી સોસાયટીમાં ફાયરિંગના બનાવના પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા CCTV ના આધારે કારના નંબર સહિતની અને ફાયરિંગ કરનાર શોધખોળ હાથ ધરી હતી. જો કે કલાકોમાં જ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડર ઘુસાભાઇ બોહાની ધરપકડ કરી લીધી છે. તેમજ ફોર્ચ્યુનર કાર પણ કબ્જે કરી લીધી છે.
ભાવેશ ઉપાધ્યાય