- સુરતના પીપલોદ વિસ્તારમાં કારના શોરૂમમાં લાગી આગ
- સુરત : પીપલોદ વિસ્તારમાં કારના શોરૂમમાં લાગી આગ, 7 ગાડીઓ બળીને રાખ
- બનાવની જાણ થતા ફાયરની સાત ગાડી ઘટના સ્થળ પર પહોંચી
- આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ
સુરત શહેરમાંથી ગાડીના એક શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના પીપલોદ રોડ પર મારુતિ સુસુકી કંપનીના શોરૂમમાં આગ લાગી હતી. અગમ્યકારણોસર આગ લાગતા શો રૂમમાં મુકેલી 7 જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી અને માનદરવાજા, મજુરા, વેસુ સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.
શોરૂમના ગ્રાઉન્ડ ફલોરમાં ઇલેક્ટ્રિક ડક્ટમાં શોટસર્કીટ થઈ હતી પીપલોદના ઈસ્કોન મીલ પાસે કારના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. રાત્રે 9 વાગ્યે કટારીયા કારના શોરૂમમાં આગનો કોલ ફાયરને મળ્યો હતો. આથી ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચી પાણીનો મારો કરી આગને કાબુમાં કરી લીધી હતી. શોરૂમના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ઇલેક્ટ્રીક ડક્ટમાં શોટસકીંટ થયું હતું, જેના કારણે વાયર સળગતા પહેલા માળ સુધી આગ પહોંચી ગઈ હતી.
નવી નક્કોર ગાડીઓને પણ મોટું નુકશાન થયું
આગને કારણે નવી નક્કોર ગાડીઓને પણ મોટું નુકશાન થયું હતું. સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ આ ઘટનાને પગલે ફાયરની વેસુ, પાલ, મજૂરાની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વગભગ બે કલાકમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે ઘુમાડો અને અપાર હોવાથી ફાયરને પાણીનો મારો કરવામાં મુશ્કેલી થઈ હતી. આગ કાબુમાં આવી ગઈ જો કે મોડીરાતે કુલીંગની પ્રક્રિયા ચાલી હતી.