- 31 વર્ષથી ફરાર આરોપીને રાંદેર પોલીસે કુંભના મેળામાંથી ઝડપ્યો
- 1995માં રાંદેરના મહાવીર પેટ્રોલ પંપમાંથી થઈ હતી 51,000ની ચોરી
- શીવ બહાદુર ઉદયપાલ રાજપુતની ધરપકડ
સુરતમાં 1995માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી 51,000ની ચોરી થયાની ઘટના બની હતી. જેના ફરાર આરોપીને પોલીસ કુંભના મેળામાંથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી કુંભમાં પાપ ધોવા ગયો હોવા અંગે પોલીસને બાતમી મળી હતી. જેને લઈને રાંદેર પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઇ તપાસ શરૂ કરી હતી. ચોર કુંભ મેળાથી નીકળી દિલ્હી ગયો હોવાની માહિતીના આધારે આરોપીની ધરપકડ કરાઇ છે. ચોરી કરીને શીવ બહાદુર ઉદયપાલ રાજપુત ભાગી છૂટ્યો હતો. તેમજ 31 વર્ષથી અલગ-અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો. જેને પકડી પાડી આગળની કરી કાર્યવાહી હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, કાયદાનો ભંગ કરનાર બચી શકતો નથી. આ વાતને ચરિતાર્થ કરતાં 31 વર્ષ અગાઉ 51 હજારની ચોરી કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. 31 વર્ષથી નાસતો ફરતો આરોપી કુંભના મેળામાં ડૂબકી મારવા ગયાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. જો કે, આરોપી પોલીસને ચકમો આપીને દિલ્હી જતો રહ્યો હતો. જ્યાંથી પોલીસે આખરે આરોપીને ઝડપી લીધો હતો.
1995માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી 51 હજારની ચોરી કરીને નાસી ગયેલો શીવ બહાદુર ઉદયપાલ રાજપુત 31 વર્ષથી પોલીસથી છુપાતો ફરતો હતો. આખરે, રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી કે, આરોપી કુંભ મેળામાં પાપ ધોવા ડૂબકી લગાવવા ગયો છે. 31 વર્ષ પહેલાં મહાવીર પેટ્રોલ પંપ (રૂષભ, રાંદેર) માં ચોરી કરી નાસી ગયેલો આરોપી શીવ બહાદુર ઉદયપાલ રાજપુત આખા ત્રણ દશકથી પોલીસથી છુપાઈ રહ્યો હતો. પરંતુ રાંદેર પોલીસને મળેલી એક ચોક્કસ બાતમી અને તેમના સ્માર્ટ પલાનિંગના કારણે આખરે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
પોલીસને કુંભ મેળામાંથી મળેલી ચોક્કસ બાતમી મળી
આરોપી વર્ષોથી ફરાર હતો અને પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસ કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી. કેસના તમામ જૂના રેકોર્ડ્સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે કુંભ મેળામાં શીવ બહાદુર હાજર છે. કુંભ મેળા નહાવવા માટે ગયો હતો. પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઇ તપાસ શરૂ કરી હતી. પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી અને પોલીસ તરત જ તેની પાછળ લાગી.
કેમ ઝડપાયો આરોપી?
આરોપી કુંભ મેળામાં હોવાની બાતમી રાંદેરના હેડ કોન્સ્ટેબલ કિરીટ સિંહને મળી હતી. બાતમી મળતા તરત જ પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ, એ ખબર પડી કે તે કુંભથી દિલ્હીના ગયો છે. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત તપાસ દ્વારા આરોપીના ફોટા અને મોબાઈલ નંબર મળ્યો. પોલીસે સિક્યુરિટી કંપની બનીને આરોપીને વધારે પગારની લાલચ આપી હતી. જ્યારે આરોપી નોકરી માટે મળવા આવ્યો ત્યારે એકદમ ટ્રેપ ગોઠવી પકડી પાડવામાં આવ્યો હતો.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય