- સુરત : ઇકો સેલ પોલીસે GST ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની કરી ધરપકડ
- આરોપી મોહંમદ સુલતાન યુસુફ કાપડીયાની મુંબઈના મીરા રોડ પરથી કરાઈ ધરપકડ
- વર્ષ 2024માં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં આરોપી વિરુધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી
- સમગ્ર મામલે ઇકો સેલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
સુરત ઇકો સેલ પોલીસે GST ચોરીના ગુન્હામાં નાસતાફરતા આરોપી મોહંમદ સુલતાન યુસુફ કાપડીયાની મુંબઈના મીરા રોડ પરથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, વર્ષ 2024માં સેન્ટ્રલ GST વિભાગ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઇકો સેલ પોલીસે આરોપી મોહંમદ રઝા ગભરાણીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. સમગ્ર GST ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલી ખોટા બીલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કરતા હતા. ત્યારબાદ તપાસ કરતા કુલ રૂપિયા 1, 814 કરોડના ખોટા બિલો આરોપીઓ દ્વારા બનાવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે ઇકો સેલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાંથી ઝડપાયેલા GST કૌભાંડના કેસમાં ઈકો સેલને મળી મોટી સફળતા
ગુજરાતમાંથી ઝડપાયેલા GST કૌભાંડના કેસમાં ઈકો સેલને મોટી સફળતા મળી છે. રાજ્યમાં થયેલા 1814 કરોડના GST કૌભાંડના કેસમાં ફરાર આરોપી મોહંમદ સુલતાન કાપડીયાની ઈકો સેલે ધરપકડ કરી છે. મુંબઈનાં મીરા રોડ વિસ્તારમાંથી બાતમીના આધારે આરોપી ઝડપાયો છે.
3 દિવસના રિમાન્ડ મંજુર
મળતી માહિતી અનુસાર, કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીએ 145 જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી હતી. બોગસ પેઢીઓનાં નામે ભાડા કરાર અને ખોટા દસ્તાવેજો ઉભા કરાયા છે. સિમેન્ટ, લોખંડ, કેમિકલ્સ, પ્લાસ્ટિક અને સ્ક્રેપના ખોટા બિલ બનાવાયા હતા. ખોટા વ્યવહારો દર્શાવી GSTની ચોરી કરી હતી. સુરતમાં પણ 8 બોગસ પેઢીઓ બનાવાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ GSTની ટીમે વર્ષ 2024માં 1હજાર 814 કરોડનાં GST કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે મામલે ફરિયાદ નોંધાતા ભાવનગરથી આ કેસમાં મોહંમદ રઝા ગભરાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સુલતાન કાપડીયા અને ઇમરાન નામનાં શખ્સોનાં નામ ખુલ્યા હતા.પોલીસ તપાસમાં કૌભાંડનાં હજુ વધુ મોટા આંકડા સામે આવી શકે છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય