- ગરીબ બાળકોને રૂબરૂ ગારમેન્ટની દુકાનમાં લઈ જઈ પોતાને પસંદ હોય તેવા કપડાં લઇ આપ્યા
- બાળકોના ચહેરા પર આનંદ જોવા મળ્યો
સુરત: દિવ્યપથ દ્વારા ફૂટપાથ પર રહેતા વિચરતી જાતિના બાળકો માટે ચાલતી ફરતી શાળા ” પ્રમુખસ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર ” અને અન્ય 40 જેટલાં ગરીબ બાળકોને રૂબરૂ ગારમેન્ટની દુકાનમાં લઈ જઈ પોતાને પસંદ હોય તેવા કપડાં અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજરોજ અડાજણ, પાલ, જહાંગીરપુરા વિસ્તારના ગરીબ બાળકોને રામનગર ખાતે ગારમેન્ટ અને ફૂટવેરની દૂકાનમાં રૂબરૂ લઈ જવામાં આવ્યા હતા. આ સાથે દિવ્ય પથ દ્વારા બાળકોના ચહેરા પર દિવાળીના આનંદના દર્શન કરવાનો આ એક સંવેદનશીલ પ્રયાસ છે. બાળકોને એમના આનંદ ચહેરાને જોતા સૌ સાક્ષાત ભગવાનને વાઘા અર્પણ કર્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી.
આ અંગે વિગતે વિગતે વાત કરવામાં આવે તો,દિવ્યપથ દ્વારા ફૂટપાથ પર રહેતા વિચરતી જાતિના બાળકો માટે ચાલતી ફરતી શાળા ” પ્રમુખસ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર ” અને અન્ય 40 જેટલાં ગરીબ બાળકોને રૂબરૂ ગારમેન્ટ ની દુકાન માં લઈ જઈ પોતાને પસંદ હોય તેવા કપડાં અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આજરોજ અડાજણ, પાલ, જહાંગીરપુરા વિસ્તારના ગરીબ બાળકોને રામનગર ખાતે વિજય ગારમેન્ટ અને કનૈયા ગારમેન્ટ અને ફૂટવેરની દૂકાનમાં રૂબરૂ લઈ જવામાં આવ્યા. દિવાળીના કપડાની ખરીદી સૌ માટે એક આતુરતા – ઉત્સુકતાનો દિવસ હોય છે અને તેનો આનંદ લૂંટવા સૌ કોઈની અપેક્ષા હોય છે.
પરંતુ ગરીબ બાળકો સામાન્ય રીતે આવા મોટા ગારમેન્ટમાં જઈ શકતા નથી, ત્યારે દિવ્ય પથ દ્વારા બાળકોના ચહેરા પર દિવાળીના આનંદના દર્શન કરવાનો આ એક સંવેદનશીલ પ્રયાસ છે. આજે બાળકોને એમના આનંદ ચહેરાને જોતા સૌ સાક્ષાત ભગવાનને વાઘા અર્પણ કર્યા હોય તેવી અનુભૂતિ થઈ. આ બાળકોને કપડાની સાથે બુટ – ચપ્પલ અને ફટાકડા પણ આપવામાં આવ્યા.દિવ્ય પથ હંમેશા ગરીબ સામાજિક રીતે પછાત અને ખાસ કરીને વિચરતી જાતિનાં રખડતું -અસ્ત વ્યસ્ત જીવન જીવતા લોકો માટે તેમજ કુદરતી આફત સમય અને રાષ્ટ્ર સેવા માટે વિવિધ કાર્યક્રમો નિયમિત કરે છે. દિવ્યપથના દાતાઓ ખૂબ ઉદારતાથી દરેક પ્રવૃત્તિમાં આર્થિક દાન અને સમયનું દાન આપી સહકાર આપી આવા સેવાકીય કાર્યોને સફળ બનાવે છે.
ભાવેશ ઉપાધ્યાય