ધોરણ 10માં સુરત જિલ્લો 80.6% સાથે મોખરે
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 28મી મેએ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલા પરિણામોમાં સુરત જિલ્લાએ મેદાન માર્યું છે અને જિલ્લાનું પરિણામ 80.06% આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 37.35% આવ્યું છે.
સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થયું હતું જેને વેબસાઈટ gseb.org અને gipl.net પર સવારે 8 વાગ્યાથી જોઈ શકાય છે તેવું બોર્ડ દ્વારા જાહેર કરી દેવાયું હતું. ધો. 10માં આખા રાજ્યભરમાંથી 11.6 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તેમના ભાવીનો ફેંસલો થયો હતો. આ વખતે ગણિતમાં સૌથી વધુ ગ્રેસિંગ અપાયું હોવાની અટકળો હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com