Surat : વરસાદી માહોલ સામે લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે. કોઝવે ઓવર ટોપીગના કારણે 7 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેમજ ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લઈને ઉકાઈની સપાટી 344.13 ફુટ આવી છે. તેમજ કોઝવેની સપાટી 8.29 મીટરે પોહચી કોઝવેયમાંથી હાલ 1.45 લાખ કેસયુક તાપીમાંથી પસાર થઇ રહ્યું છે.
આ સાથે વધુ માહિતી મુજબ હવામાન વિભાગની આગાહીના પગલે સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તેમજ સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાય હતી. કોઝવે ઓવર ટોપીગના કારણે 7 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેમાં માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો. આ દરમિયાન પાણી ઉતરતા રસ્તો ફરી શરૂ કરવામાં આવશે. તેમજ સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. તેમજ ઓલપાડમાં 12 વાગ્યાં સુધી 44mm, કામરેજમાં 20, સુરતમાં 26 mm વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતમાં જિલ્લાનો સરેરાશ 11.2 mm વરસાદ નોંધાયો છે. તેમજ ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લઈને ઉકાઈની સપાટી 344.13 ફુટ છે. અને ઉકાઈમાં 79,000 ક્યુસેક પાણીની આવક 15,000 ક્યુસેક પાણીની તાપીમાં છોડવામાં આવ્યું. આ સાથે કોઝવેની સપાટી 8.29 મીટરે પોહચી કોઝવેયમાંથી હાલ 1.45 લાખ કેસયુક તાપીમાંથી પસાર થઇ રહ્યું છે.
ભાવેશ ઉપાધ્યાય