સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહુવા તાલુકાના કાછલ ગામે ‘ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.o’નો પ્રારંભ ITIના 250 યુવાઓને સિગરેટ બર્ન(દહન) વિષય પર પ્રદર્શન સાથે વ્યસન મુક્તિનો સંદેશ કેન્દ્ર સરકારના ટોબેકો ફ્રી યૂથ કેમ્પેઇન 2.o અંતર્ગત સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહુવા તાલુકાના કાછલ ગામે આવેલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ૨૫૦ જેટલા યુવાનો સાથે સિગરેટ બર્ન (દહન) વિષય પર પ્રદર્શન યોજી વ્યસન મુક્ત-તમાકુ મુક્ત સ્વસ્થ જીવન જીવવાનો સંદશો અપાયો હતો.
આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ શાળા, સમાજ, અને પરિવારના સહયોગથી યુવાઓને તમાકુની હાનિકારક આડઅસર વિષે જાગૃત કરી તેઓને તમાકુના મુક્ત સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા પ્રોત્સાહિત કરવાનો છે. અત્રે નોંધનીય છે કે ટોબેકો ફ્રી યૂથ કેમ્પેઇન 2.o હેઠળ આગામી 60 દિવસ સુધી સુરત જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇન્ફોર્સમેન્ટ રેઇડ અને સોશ્યલ મીડિયાને સંલગ્નતા સર્જનાત્મક કૃતિઓ, સૂત્રો, અને કન્ટેન્ટેટ નિર્માણ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સાથે જ ડોકટરો સાથે સામૂહિક ટોક શો અને સોશ્યલ મીડિયા મારફતે શૈક્ષણિક વિડીયો શેર કરી જનજાગૃતિ ફેલાવવામાં આવશે.