- વધુ એક રત્નકલાકારનો આપઘાત
- હીરા બજારની સ્થિતિ ખરાબ
- મંદીના કારણે માનસીક તણાવમને લઇ આપઘાત કર્યો હતો
સુરત ખાતે ડાયમંડ મંદીને કારણે વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો હતો. એશિયન સ્ટાર નામની ડાયમંડ કંપનીમાં બોનસને લઈ બબાલ થઈ હતી.તેમજ આર્થિક મંદી અને માનસિક તણાવને લઇ આપઘાત કર્યો હોવાનું અતુલ સિહએ જણાવ્યું હતું. હાલ હીરા બજારની સ્થિતિ ખરાબ થઇ છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, શનિવારના રોજ એશિયન સ્ટાર નામની ડાયમંડ કંપનીમાં બોનસને લઈ બબાલ થઈ હતી. આર્થિક મંદી અને પરિવાર કઈ રીતે ચલાવવું તે અંગે ચિંતામાં રહેતા હતા. તથા રામસીગ ભાઈને સંતાન માં 4 બાળકો હતા. ત્યારે પરિવારના ગુજરાન માટે પૈસા ક્યાંથી લાવવા એ પ્રશ્ન સર્જાયો હતો.
આ તમામ ઘટનાઓ દરમિયાન 7મી ઓક્ટોબરના રોજથી ડાયમંડ કંપની બંધ થઈ ગઈ હતી. જેને લઇ તમામ કલાકારો પર આભ ફાટી પડ્યું હતું. ત્યારે આર્થિક તંગીના કારણે રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું હતુ.
હાલ યુદ્ધના કારણે સુરત હીરા બજારની સ્થિતિ ખુબ ખરાબ છે. જેમાં વિદેશમાં હિરા નો ધંધો ઠપ થઇ જવાના કારણે કામ મળતું બંધ થઇ જવા પામ્યું છે. કામ ન મળતા ફેક્ટરીઓ ધીમે ધીમે બંધ થવા લાગી છે. જેના કારણે રત્નલકલાકારોને હાલાકી વેઠવાની વારી આવી છે.