Surat: નવરાત્રીનો પવિત્ર તહેવાર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રિ શરૂ થતાં જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરબાની રમત પણ શરૂ થઈ જશે. ગુજરાતમાં મોટા પાયે ગરબા રમતના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે રાજ્ય સરકાર આ સામૂહિક કાર્યક્રમોને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી. તેમજ વાસ્તવમાં TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ રાજ્ય સરકારે હવે નવરાત્રી દરમિયાન ગરબા રમતના આયોજન માટેના નિયમો કડક બનાવ્યા છે.
સુરતમાં નવરાત્રીના આયોજનને લઈ સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલ પટેલની પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. નવરાત્રીના આયોજનને લઈ સુરત પોલીસનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. તેમાં લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. તેમજ ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ સાથે શી ટિમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે. આ દરમિયાન ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રીના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી જ મંજૂરી મળશે.
આ દરમિયાન ગયા વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી. આ વર્ષે 13 આયોજકોની અરજી મળી છે. આ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે. આ વર્ષે મોટી નવરાત્રીના આયોજનોમાં શી ટિમ ફરજ બજાવશે. તેમજ મોડી રાત્રે મહિલાઓ ખાસ કરીને હેલ્પલાઇન નંબર પર ફોન કરીને મદદ માગશે તો તેમને મદદ પોલીસ દ્વારા કરવામાં આવશે.
ભાવેશ ઉપાધ્યાય