- રૂ.5,24,000 ની છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો
- હોટલને રેટિંગ આપવાના તથા બીટકોઈન બાય અને સેલ કરવા પર કમિશનના નામે છેતરપિંડી
- સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચની સરાહનીય કામગીરી
સુરત ન્યૂઝ : અલગ અલગ હોટલને રેટિંગ આપવાના તથા બીટકોઈન બાય અને સેલ કરવા પર કમિશન મળશે તેવી લોભામણી લાલચ આપીને રૂપિયા 5,24,000 પડાવી છેતરપીંડી કરનાર આરોપીને સુરત સાઈબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યો છે.
સુરત શહેરની સાઇબર ક્રાઇમ પોલીસની ટીમ તપાસ કામગીરી કરી રહી હતી. જે દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે તપાસ કરી એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે મૂળ મહેસાણાના અને અમદાવાદ ખાતે રહેતા વિરેનકુમાર સથવારાની ધરપકડ કરી છે. આ આરોપી દ્વારા સુરત શહેરમાં રહેતા એક ફરિયાદીને પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ જેવી જોબ અપાવવાના નામે વાતો કરી લોભામણી લાલચ આપી હતી. અને ધીમે ધીમે રૂપિયા પાંચ લાખ 24 હજાર પડાવી લીધા હતા. અને તે પરત ન આપી છેતરપીડી કરી હતી. જે તમામ બાબતોની આરોપીઓએ કબુલાત પણ કરી હતી. હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ભાવેશ ઉપાધ્યાય