સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચને ખુબ મોટી સફળતા મળવા સાથે રાજકોટ શહેરની 35 સાથે અંદાજે 100 જેટલા ઘરફોડીના ગુનામાં સંડોવાયેલી મુળ જામનગર પંથકની પિતા-પુત્રની જોડીને સકંજામાં લીધી છે. વધુ વિગત મુજબ સુરત શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા પોલીસ કમિશનર અજય તોમરે આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો હતો
જામનગરના બંને શખ્સોએ 100થી વધુ મકાનમાં હાથફેરો કર્યાની કબુલાત
ત્યારે. કતારગામ સુમુલ ડેરી રોડ પર આવેલ શ્રદ્ધા સોસાયટી ના બંગલામાં થયેલી ચોરીમાં સુરત વરાછા રોડ ખાંડબજાર ગળનારા પાસે રોડ ઉપર જાહેરમાંથી આનંદભાઈ જેસંગભાઈ ઠાકોર ( મુળ વતન-ગાયત્રીનગર, એરફોર્સ રોડ, જામનગર) હસમુખભાઇ આનંદભાઇ ઠાકોર (કામરેજ, સુરત મુળ વતન-ગાયત્રીનગર, એરફોર્સ રોડ, જામનગર) અને અનિલભાઈ જયેશભાઈ ઠાકોર (કામરેજ, સુરત મુળવતનન-બેડેશ્વર અ.રિયા, બેડી ચોક, જામનગર)ને સંડોવાયેલા હોવાની મળેલી માહિતીના આધારે રોકડા રૂપીયા, સોના ચાંદીના દાગીના , એકટીવા મોપેડ અને મોટર સાયકલ સાથે ઝડપી મજકુર ઈસમોની યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે તા.18-11-2023 અને તા. 19-11 2023ના રોજ મોડી રાત્રીના કતારગામ સુમુલ ડેરી રોડ ઉપર આવેલા શ્રદ્ધા સોસાયટી બંગલા નંબર 16ની રોકડ અને સોનાના ચાંદીના ઘરેણાની ચોરી કર્યાની કબુલાત આપી હતી પોલીસે ₹4,00,000 રોકડા, ફભશિંદફ ,બાઇક, સોના ચાંદીના ઘરેણા અને કાંડા ઘડિયાળ મળી રૂપિયા 12.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલી પિતા પુત્રની જોડીએ રાજકોટ શહેર 35 મળી રાજ્યભરમાં 100 જેટલી ઘર ફોડી કર્યા ની કબુલાત આપી છે.