- હાઇકોર્ટમાં આરોપીને બોગસ સર્ટી આપનાર બોગસ ડોકટરની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ
- આરોપી કરોડોના ડ્રગ્સ કેસનો આરોપી હોવાનું આવ્યું સામે અગાઉ પણ સર્ટિફિકેટ આપ્યાનો ખુલાસો
Surat : ક્રાઇમબ્રાંચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ હાઇકોર્ટની અંદર આરોપીને બોગસ સર્ટી આપનાર બોગસ ડોકટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આદિલ નુરા કરોડોના ડ્રગ્સ કેસનો આરોપી છે. જેને બોગસ મેડિકલ સર્ટી આપવામાં આવ્યું હતું. અગાઉ પણ મોટા પ્રમાણમાં આરોપી તરફે સર્ટિફિકેટ આપ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અન્ય કોઈ કોર્ટની અંદર કેટલા સર્ટી આપ્યા છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.
અનુસાર માહિતી મુજબ, સુરત શહેર ક્રાઇમબાંચની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઇકોર્ટની અંદર આરોપીને બોગસ સર્ટી આપનાર બોગસ ડોકટર ધરપકડ કરવામાં આવી છે. તેમજ કરોડોના ડ્રગ્સ કેશના આરોપીને બોગસ મેડિકલ સર્ટી આપ્યું હતું. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ બોગસ સર્ટી આપનાર ડોકટરની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મોટા પ્રમાણમાં અગાવ આરોપી તરફે સર્ટિફિકેટ આપ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ વ્યકતિ દ્વારા કઈ કઈ કોર્ટની અંદર કેટલા સર્ટી આપ્યા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. તેમજ ડ્રગ્સ કેશન આરોપી આદિલ નુરાની દ્વારા બોગસ જામીન માટે બોગસ શર્તી રજૂ કર્યું હતું. આ ઉપરાંત હાઇકોર્ટને સંકા જતા તપાસ કરતા મામલો સામે આવ્યો છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય