- રાજ્યમાં 80 હજારથી વધુ બોર રિચાર્જનું કમિટમેન્ટ મળ્યું: જળસંચય અભિયાનનો પ્રારંભ, ક્રેડાઈ 1111 બોર હાર્વેસ્ટિંગના કામો કરશે
- નાના ઘરમાં 100 મીમી વરસાદથી 1 લાખ લીટર પાણી બચે’
Surat : ‘જળસંચય જન ભાગીદારી અભિયાન’ અંતર્ગત સુરત ક્રેડાઈના ઉપક્રમે અવધ યુટોપીયા ખાતે જાગૃતિ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પાણીરૂપી પારસમણીને સંગ્રહના કાર્યનો રાજ્યમાં પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે રાજ્યમાં 80 હજાર બોરને લગતા વોટર હાર્વેસ્ટિંગના કામો કરવાનું કમિટમેન્ટ મળ્યું છે. ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં બે થી અઢી લાખનો લક્ષ્યાંક છે. તેમજ વરસાદી પાણીનું મેનેજમેન્ટ કરી એક એક ટીપાને ભૂગર્ભમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. સુરત ક્રેડાઈ 1111 બોર હાર્વેસ્ટિંગના કામો કરશે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશની 20 નદીઓ જોડવા પર હસ્તાક્ષર થઈ ચુક્યા છે. તેમજ વધુમાં કહ્યું કે, ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે ‘જળસંચય અભિયાન’ આશીર્વાદરૂપ નીવાડશે. 14/45ના મકાનમાં 100 મીમી વરસાદ પડે તો પણ તેના દ્વારા 1 લાખ લીટર પાણીને ભૂગર્ભમાં ઉતારી હસ્તાક્ષર થઈ ચુક્યા છે. તેમજ મકાનમાં 100 મીમી વરસાદ પડે તો પણ તેના દ્વારા 1 લાખ લીટર પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય છે.
ક્રેડાઈના ચેરમેન સંજય માંગુકીયાએ જણાવ્યું હતું કે, વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી આવનારી પેઢી સાથે માનવજાતિની ઉમદા સેવા થઈ શકશે.
ભાવેશ ઉપાધ્યાય