-
ઓનલાઇન મશીન મંગાવી કાર હતા બોગસ સિક્કાથી દસ્તાવેજો નોટરી
-
સમગ્ર મામલે બંને પિતરાઇ ભાઇઓની પોલીસે કરી ઘરપકડ
સુરત ન્યુઝ: સુરતના વરાછા ઈશ્વર પેલેસની એક દુકાનમાં છેલ્લા 11 મહિનાથી અમરોલીના નોટરીના નામે લોકોના દસ્તાવેજો ને નોટરી કરી આપતા યુવાન અને તરુણને વરાછા પોલીસે રેડ કરી ઝડપી પાડ્યા હતા પોલીસે ત્યારથી નોટરી ના નામે બનાવેલા રબર સ્ટેમ્પ સિક્કા અન્ય નોટરી નાસિકા સરકારી કચેરીના ખોટા સિક્કા રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન દસ્તાવેજો કબજે કર્યા હતા.
પોલીસમાં અરજી થતાં પોલીસે કરી રેડ
મૂળ પાટણના વતની અને અમરોલીમાં રહેતા નોટરી રાકેશકુમાર કાંતિલાલ પટેલની ઓફીસમાં ભાડા કરારની ઝેરોક્ષ લઈને એક વ્યક્તિ આવ્યો હતો અને તેમાં આઠ જુલાઈએ તેમના નામની નોટરી કર્યાનો સિક્કો હતો તેમણે આવી કોઈ નોટરી કરી ન હોય અને તેમાં જે સિક્કો અને સહી હતા તે અન્યના હોવાની શંકા જતા તેમણે તપાસ કરી હતી તો તે નોટરી વરાછા ઈશ્વર પેલેસમાં આધાર કાર્ડ પાનકાર્ડમાં સુધારો કરવા માટેની કન્સલ્ટન્સી ની ઓફીસ ધરાવતા આકાશ કિરીટ ઘેટિયા એ કરી હોવાનું જાણવા મળ્યું હતું આથી તેમણે પોલીસમાં અરજી કરી હતી
આરોપીઓ દર મહિને 25 થી 30 હજાર કમાતા
આરજી બાદ પોલીસે રેડ કરીને આકાશ અને તેના 17 વર્ષના પિતરાઈ ભાઈને ઝડપી લીધા હતા પોલીસે ઓફિસમાં કામ કરતા ત્યાંથી રાકેશ કુમાર પટેલના નામે બનાવેલા રબર સ્ટેમ્પ સિક્કા અન્ય નોટરીના સિક્કા સરકારી કચેરીના ખોટા સિક્કા રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન દસ્તાવેજો મળ્યા હતા પોલીસે બંનેને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ છેલ્લા 11 મહિનાથી રાકેશ કુમાર તેમના સંબંધિત છે અને તેમનો લોટરીનો ચોપડો અહીં રહે છે તેમ કહી લોકોને તેમના નામે નોટરી કરી આપી દર મહિને 25 થી 30 હજાર કમાતા હતા અગાઉ આકાશ હોમ લોન એજન્ટ તરીકે કામ કરતો હતો જ્યારે તરુણ એક નોટરીને ત્યાં નોકરી કરતો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે રેડ કરી બંનેને ઝડપી પાડ્યા હતા. તેમજ નોટરીના નામે બનાવેલા રબર સ્ટેમ્પ, સિક્કા, અન્ય નોટરી ના સિક્કા સરકારી કચેરીના ખોટા સિક્કા, રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન, દસ્તાવેજો કબ્જે કર્યા હતાં.
ભાવેશ ઉપાધ્યાય