- રત્ન કલાકારોના હક અને અધિકાર માટે પ્લે કાર્ડ સાથે પ્રદર્શન કરાયું
- રત્ન કલાકારના બાળકોને અભ્યાસમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે તેવી માંગણીઓ
- રત્ન કલાકારોને તેમના પરિવારને સુવિધા મળે તેવી માંગ : સુરેશ ધોળકિયા
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરીત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરેશભાઈ તેમજ ચેતનભાઇ રાદડિયા હરીશભાઈ ગુર્જર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્લે કાર્ડ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જેમાં રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે સરકાર દ્વારા, રત્ન કલાકારના બાળકોને અભ્યાસમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે, રત્ન કલાકારોના પરિવારોને રાહત દરે આરોગ્યની સેવા આપવામાં આવે, વગેરે જેવી 6 માંગણીઓ કરવામાં આવી હતી. જે આ મુજબ છે.
- રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ની સ્થાપના કરવામાં આવે સરકાર દ્વારા
- રત્ન કલાકારના બાળકોને અભ્યાસમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે
- રત્ન કલાકારોના પરિવારોને રાહત દરે આરોગ્યની સેવા આપવામાં આવે
- આ મંદિરના સમયમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકાર સહિત તમામ લોકોને લોન લીધી હોય તો તેમાં રાહત આપવામાં આવે
- મંદીના સમયમાં હીરાની ફેક્ટરી કે હીરાની ઓફિસ છે હીરાના ધંધા સાથે જોડાયેલા તમામ યુનિટોને લાઈટ બિલ માં રાહત આપવામાં આવે
- રત્ન કલાકારો માટે રત્ન કલાકાર આવાસ યોજના શરૂ કરવામાં આવે .