યોગી ચોક વિસ્તારમાં પાસના કાર્યકર્તાઓનો હોબાળો
સુરતના ભાજપ ના કાર્યાલયના ઉદધાટન પહેલા પાસના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરી સૂત્રોચાર કરવામાં આવ્યા છે. યોગી ચોકમાં પાસના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના વિરૂદ્ધમાં સુત્રોચાર કર્યા હતા. પોલીસે મધ્યસ્થી બની મામલો શાંત કર્યા છે. સુરતની કામરેજ બેઠકના કાર્યલય પર છેલ્લા બે દિવસથી હંગામો કરવામાં આવી રહ્યો છે. આગામી વિધાનસભની ચૂંટણીને લઇને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે પાટીદાર આનામત આંદોલનના પણ ભાજપને જીત માટે આડચણ રૂપ બની રહ્યા છે. ત્યારે સુરત જેવા મહાનગરમાં ભાજપ અને કોગ્રેસમાંથી કોણ બાજી મારશે તેના પર પ્રશ્ન છે.
ગુરૂવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પુણા યોગીચોક ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ કર્યા બાદ તે પછી વરાછા અને કરંજમાં પણ ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચેલા પાસના 4 થી 5 કાર્યકરોની અટકાયત કરી હતી.
તે પછી વરાછામાં ભડકો થયો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ પાસના કાર્યકરો તેમજ કોંગ્રેસના આગેવાનોએ વરાછા પોલીસનો ઘેરાવ કર્યો હતો. આખરે મામલો કાબૂ બહાર જતાં પોલીસે હળવો લાઠી ચાર્જ કરતા પાસના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. કોંગ્રેસના આગેવાનો સહિત 40 જેટલી વ્યક્તિને ડીટેઈન કરી તેમને હેડક્વાર્ટર્સ ખાતે લઇ જવાયા હતા. આ પછી સમગ્ર વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ ખડકી દેવાઇ છે.