- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- પાલિકાના પ્રધાનમંત્રી આવાસના મકાનોનું કોમ્પ્યુટેરાઇઝ દ્વારા ડ્રો કરી કરાયું લોકાર્પણ
- સુરતના ઉમરા સ્થિત પાર્ટી પ્લોટ ખાતે કરાયું સમગ્ર આયોજન
- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્યો અને પાલિકા અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત
Surat : કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે 2959 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજવામાં આવ્યો હતો. તેમજ પાલિકાના પ્રધાનમંત્રી આવાસના મકાનોનું કોમ્પ્યુટેરાઇઝ દ્વારા ડ્રો કરી લોકાર્પણ કરવામાં આવશે. તેમજ 193.10 કરોડના ખર્ચે સાકાર થયેલા આવાસો ગરીબ લાભાર્થીઓને ડ્રો દ્વારા એનાયત કરવામાં આવશે.આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્યો અને પાલિકા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, સુરતમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે 2959 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજવામાં આવ્યો હતો. તેમજ પાલિકાના પ્રધાનમંત્રી આવાસના મકાનોનું કોમ્પ્યુટેરાઇઝ દ્વારા ડ્રો કરી લોકાર્પણ કરવામાં આવશે. આ દરમિયાન 193.10 કરોડના ખર્ચે સાકાર થયેલા આવાસો ગરીબ લાભાર્થીઓને ડ્રો દ્વારા એનાયત કરવામાં આવશે.
લીંબાયત, અઠવા અને રાંદેર ઝોનમાં કુલ 2959 આવાસોનો નિર્માણ કરાયું છે. જે આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરતના ઉમરા સ્થિત પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્યો અને પાલિકા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ટૂંક સમયમાં સીઆર પાટીલના વરદ હસ્તે આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરવામાં આવશે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય