- ડાયમંડ બુર્સ કમિટી દ્વારા મીટીંગ કરાઇ
- વેપારીઓએ ઓફિસો શરૂ કરવા બાહેધરી આપી
સુરત ન્યૂઝ : ડાયમંડ બુર્સ કમિટી દ્વારા મુંબઈના ભારત ડાયમંડ બુર્સના હીરા વેપારી સાથે મીટીંગ કરાઇ હતી . મિટિંગમાં 1,000 કરતાં વધારે વેપારીઓ જોડાયા હતા . મિટિંગમાં જે વેપારીઓની ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં છે તે વહેલી તકે શરૂ કરવા અપીલ કરાઇ હતી . 7 જુલાઈ એ 600 કરતાં પણ વધારે ઓફિસ એક સાથે શરૂ કરવા માટે કમિટી પ્રયાસો કરી રહી છે .
આ બેઠકમાં ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદ ધોળકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના વેપારીઓએ પણ વહેલી તકે ફર્નિચરનું કામ પૂરું કરી ઓફિસો શરૂ કરવા બાહેધરી આપી હતી .તો અગાઉ સુરતની મહીધરપુરા હીરા બજારમાં પણ વેપારીઓ સાથે ડાયમંડ બુર્સ કમિટીએ બેઠક કરી હતી.
ભાવેશ ઉપાધ્યાય