- ચૂંટણી બાબતે કલેકટરએ પ્રેસ કોંફરન્સ યોજી
સુરત ન્યૂઝ : સુરત લોકસભાની ચૂંટણી બાબતે કલેકટરએ પ્રેસ કોંફરન્સ યોજી હતી . કેટલા મતદારો મતદાન કરશે, કેટલો ચૂંટણી સ્ટાફ કામગીરી કરશે આ તમામ બાબતેની માહિતી આપવામાં આવી હતી . મતદાન વધારવા માટે મતદાન જાગૃતિ અભિયાન પણ ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. EVM અને VVPAT મશીનની ફાવણી પણ કરી દેવામાં આવી છેતે અંગે માહિતી આપી હતી .
માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભા બારડોલી લોકસભા હેઠળ આવે છે. તો લિંબાયત ઉધના મજુરા અને ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે. આ તમામ વિધાનસભામાં મતદાન થશે. સુરત લોકસભા બિનહરીફ જાહેર થઈ છે. સુરત લોકસભા હેઠળ સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, વરાછા રોડ, કરંજ, કતારગામ અને ઉત્તર વિધાનસભા આવે છે. એટલા માટે આ 7 વિધાનસભામાં મતદાન યોજાશે નહીં તેવું કલેકટરે જણાવ્યુ હતું .
ભાવેશ ઉપાધ્યાય