- સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી
- સિવિલના તંત્ર દ્વારા બેડ, વેન્ટિલેટર, ઑક્સિજન, દવાઓ સહિતનો સ્ટોક કરી લેવાયો
ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાયરસની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો કે હજુ સુધી સરકારમાંથી કોઈ સૂચના ન આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ હાલ તો સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સામાન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે. HMPV વાયરસને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં હજુ કોઈ આ બીમારીનો કેસ નોંધાયો નથી. સરકારમાંથી હજુ કોઈ સૂચના આપવામાં આવી નથી. જોકે સુરત સિવિલના તંત્ર દ્વારા બેડ, વેન્ટિલેટર, ઑક્સિજન, દવાઓ સહિતનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે. તેમજ વોર્ડ કિડની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ચીનમાં હાહાકાર મચાવનાર એચ એમપીવી વાયરસ ની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જોકે હજુ સુધી સરકારમાંથી કોઈ સૂચના ન આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ હાલ તો સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સામાન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે. જ્યારે શિયાળાનો સમય હોવાથી શરદી ઉધરસ ના કેસમાં આંશિક વધારો થયા હોવાનું જાણવા મળ્યું છે.
ચીનમાં માનવ મેટાન્યુમો વાયરસ (HMPV ) વાઈરલને લઈને ઊહાપોહ મચી ગયો છે. કોરોના પછી ફરી એકવાર ચીનની હોસ્પિટલોમાં દર્દીઓની મોટી સંખ્યા નોંધાઇ રહી છે. બીજી બાજુ ભારત દેશમાં અને હવે તો ગુજરાતમાં પણ HMPV વાઈરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ સાથે જ લોકોને ગભરાવાની જરૂર નથી અને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.
એચ.એમ.પી.વી વાયરસને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં હજુ કોઈ આ બીમારીનો કેસ નોંધાયો નથી. સરકારમાંથી હજુ કોઈ સૂચના આપવામાં આવી નથી. જોકે સુરત સિવિલના તંત્ર દ્વારા બેડ, વેન્ટિલેટર, ઑક્સિજન, દવાઓ સહિતનો સ્ટોક કરી લેવામાં આવ્યો છે. સુચના આવતાની સાથે જ સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવામાં આવે તેવી તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વોર્ડ કિડની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે, સિવિલ હોસ્પિટલમાં રોજ 2500 થી 3,000 જેટલી ઓપીડીઓ નોંધાતી હોય છે. જેમાં શિયાળામાં શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયો છે. શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ અને સામાન્ય તાવની ફરિયાદ વધુ રહેતી હોય છે. જેને પગલે ઓપીડીમાં આંશિક વધારો થતો હોય છે. સુરત સિવિલમાં હાલ પણ સામાન્ય દિવસો જેવી જ ભીડ જોવા મળી રહી છે.