- મહિલા મોરચા નેતાના આપઘાત કેસમાં ચિરાગસિંહ સોલંકીને પૂછપરછ માટે બોલાવાયો
- કોર્પોરેટર ચિરાગ સિંહ સોલંકીને બીજી વાર પૂછપરછ માટે બોલાવાયા
- ભાજપ મહિલા મોરચા નેતા દીપિકા પટેલના આપઘાત મામલે પૂછપરછ શરુ
સુરતના ભાજપ મહિલા મોરચાના નેતાના આપઘાત કેસને લઈને હવે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પહેલા દિવસથી શંકા ના દાયરામાં રહેલા ભાજપના જ કોર્પોરેટર ચિરાગ સિંહ સોલંકીને બીજી વાર પૂછપરછ માટે બોલાવામાં આવ્યા હતા. આજે અલથાણ પોલીસ ચોકી ખાતે રબારી દ્વારા વિડીયોગ્રાફી સાથે સોલંકીની પૂછપરછ કરાય હતી. ભાજપ મહિલા મોરચા નેતા દીપિકા પટેલના આપઘાત મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે અલથાણ પોલીસ સ્ટેશન બોલાવાયો હતો.
સુરતના ભાજપ મહિલા નેતા આપઘાત કેસને લઈને હવે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પહેલા દિવસથી શંકા ના દાયરામાં રહેલા ભાજપના જ કોર્પોરેટર ચિરાગ સિંહ સોલંકીની બીજી વાર પૂછપરચ કરવામાં આવી રહી છે. આજે અલથાણ પોલીસ ચોકી ખાતે રબારી દ્વારા વિડીયોગ્રાફી સાથે સોલંકી ની પૂછપરછ શરૂ કરાય છે.
ભાજપ મહિલા નેતા દીપિકા પટેલ આપઘાત મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે અલથાણ પોલીસ સ્ટેશન બોલાવાયો છે.
ચિરાગ સોલંકીની મેરેથોન પૂછપરછ હાથ ધરાઈ છે. દીપિકા સાથે કલાકો વાત કરી હોવાની પ્રાથમિક વાત સામે આવી રહી છે. દીપિકા આપઘાત કેસને ખટોદરા પોલીસ મથકના પીઆઇ રબારીને સોંપાયો છે. ખટોદરા પોલીસ મથકના પીઆઇએ ચિરાગ સોલંકીની પૂછપરછ શરૂ કરી છે. જે રીતે દીપિકાના આપઘાત બાદ એક પછી એક સૌ પ્રથમ ચિરાગ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે તેને લઇ પૂછપરછ શરૂ કરાઇ છે.
ચિરાગ સોલંકી દ્વારા પહેલા જે ત્રણ કલાક પૂછપરછ કરાઈ હતી તેમાં દીપિકાને કરાયેલા કોલ અંગે જણાવ્યું હતું. ચિરાગે દીપિકાને રવિવારના રોજ 15 જેટલા કોલ કર્યા હતા જે અંગે ઉલટ તપાસ પણ કરવામાં આવી રહી છે. દીપિકાએ પણ છેલ્લો કોલ ચિરાગ ને જ કર્યો હતો. મેરેથોન પૂછપરછમાં વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. પહેલા પીઆઇ એસીપી અને ત્યારબાદ ડીસીપી દ્વારા તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય