સુરત ન્યુઝ: સુરતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધા ધમધમી રહ્યા છે. ત્યારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરો ચેક કરવા પેટ્રોલીંગમાં ટીમ નિકળી હતી. પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે અડાજણ ભુલકાભવન જલારામ હોન્ડા શો રૂમ બેંક ઓફ બરોડાની પાછળ દુકાન નંબર-૨૩માં સ્પા મસાજ પાર્લર નામની દુકાનમાં રેડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા પહેલા ડમી ગ્રાહક મોકલાયો
પોલીસને સ્પા/મસાજ પાર્લરની આડમાં મસાજના નામે આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલત પુરી પાડે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે એક બોગસ ગ્રાહક તૈયાર કરી તેને બાતમી અંગે સમજ વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ મોકલાયો હતો. બાદમાં રેઇડ કરતાં બોગસ ગ્રાહક તથા મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેથી સ્પાનુ સંચાલન કરતા સંચાલકને બોલાવી તેના નામ ઠામની ખાત્રી કરતાં આલમ ઉર્ફે રોબી દુલાલ શેખ મસાજ પાર્લરમાં તથા પોતે અહીં સંચાલક તરીકે નોકરી કરે છે તેમ જણાવ્યુ હતુ.
માલિક જ નીકળ્યો વોન્ટેડ
પોલીસે સ્પાના માલીક બાબતે પુછપરછ કરતાં સ્પાના માલીક નામે મયુરભાઈ નાઈ હોવાનું જણાવ્યુ હતુ. સ્પા/મસાજ માટે કુલ-૦૪ મહિલાઓ બહારથી લાવી રાખવામાં આવી હતી તેમજ સ્પા/મસાજની આડમાં દેહવેપારનો ધંધો કરી-કરાવી આવતા ગ્રાહકોને શરીરસુખ માણવા જેવી સવલતો પુરી પાડી પાડવામાં આવતી હતી. આ સાથે કુટણખાનું ચલાવી મહિલાઓ પાસે પોતાના આર્થીક ફાયદા માટે દેહ વેપારનો ધંધો કરાવી કમિશન કાઢી, લલનાઓને કમાણીનો સાધન બનાવવામાં આવતી હતી. જેમાં સંચાલક (૧) આલમ ઉર્ફે રોબી દુલાલ શેખ જ્યારે વોન્ટેડ આરોપી સ્પા માલીક (૨) મયુરભાઈ નાઈ નામના આરોપીઓની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.