સુરત સમાચાર
હજી ઉત્તરાયણના તહેવારને 15 દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરતના લોકો પતંગ ચગાવતા થઈ ગયા છે. પાલિકા દ્વારા શહેરના ઘણા વિસ્તારોમાં તાર બાંધવાની શરૂઆત કરાઇ નથી . જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને ત્રણેક બનાવ બની ચુક્યા છે. વરાછા ગુરુનગરમાં રહેતા 45 વર્ષિય મનીષ રામજીભાઇ બોઘરા ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મનીષ રવિવારે બપોરના સમયે બાઇક પર હજીરાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે મજુરા ફલાય ઓવર બ્રિજ પરથી પસાર થતી વખતે પતંગના ઘાતક દોરાથી મનીષનું નાક, ગાલ અને ગાળાનો ભાગ કપાઈ ગયો હતો. તેને લોહી નીકળતી હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.