- 10 લાખની કિંમતનું 2,150 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયુ
- સુરત APMC દ્વારા 2150 કિલો ચાઈનીઝ લસણનું નાશ કરાયું
સુરત APMC પ્રતિબંધિત ચાઈનીઝ લસણનો જથ્થો જપ્ત કરાયો હતો. ત્યારે કુલ રૂપિયા 10 લાખની કિંમતનુ 2,150 કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ઝડપાયું હતું. આ ઉપરાંત ખેડૂતોના રોજગારના રક્ષણ માટે ચાઈનીઝ લસણ ઉપર પ્રતિબંધ હોવાથી સુરત APMC દ્વારા ચાઇનીઝ લસણનો નાશ કરી દેવાયો હતો.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં દિવસેને દિવસે નકલીની ભરમાર જાણે વધતી જાય છે. નકલી ગરમ મસાલા, નકલી ઇનો, નકલી જીરુ, નકલી મીઠુ પછી હવે નકલી લસણ પકડાયુ છે. સુરત APMCમાંથી ચાઇનીઝ લસણ ઝડપાયુ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઇ શકે છે. ત્યારે સુરત એપીએમસીમાંથી 2150 કિલો ચાઇનીઝ લસણનો મોટો જથ્થો જપ્ત કરાયો છે, જે ભારતમાં પ્રતિબંધિત છે. આ લસણમાં હાનિકારક રસાયણો હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. ચાઇનીઝ લસણના વેચાણથી ખેડૂતોની આજીવિકા અને લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જપ્ત કરાયેલા લસણનો નાશ કરવામાં આવ્યો છે અને આ મામલે તપાસ ચાલુ છે.
સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણનો મોટો જથ્થો જપ્ત કરવાામાં આવ્યો છે. સુરત APMCમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરાયું છે. આશરે રૂપિયા 10 લાખની કિંમતનું લસણ જપ્ત કરાયું હોવાના પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે. 2150 કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પકડાયું છે. ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે ચાઈનીઝ લસણ ઉપર પ્રતિબંધ છે. 2014થી ચાઈનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ છે. ચાઈનીઝ લસણનું કદ નાનું, રંગ આછો સફેદ અથવા આછો પિંક કલર હોય છે. ત્યારે સુરત APMC એ 2150 કિલો ચાઈનીઝ લસણનો નાશ કરી દીધો છે.
સુરત APMC માં વેચાણ અર્થે મૂકવામાં આવેલા લસણ પર APMC ના સ્ટાફને શંકા જતાં તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કર્યું હતું. આ પછી આ ચાઈનીઝ લસણ હોવાની માહિતી મળતા જ લસણની 43 ગુણી જપ્ત કરી લેવામાં આવી હતી. આ જપ્ત કરાયેલા લસણની અંદાજિત કિંમત રૂપિયા 10 લાખ હોવાની માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી ચાઈનીઝ લસણ મળી આવ્યું હતું અને ત્યારે પણ ચાઇનીઝ લસણનો મુદ્દો ઘણો ઉછાળ્યો હતો.
ચાઈનીઝ લસણ આરોગ્ય માટે ખુબ જ હાનિકારક છે. આ લસણ કેટલું જોખમી છે તેની વાત કરીએ તો, .આપણા સામાન્ય લસણ જેવું જ દેખાતું આ ચાઈનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે. ખાવા માટે બિન આરોગ્યપ્રદ આ લસણ પર ભારતમાં 2006માં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે. ચાઈનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે. અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઈનીઝ લસણ આવતું હતુ. બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટના સામે આવી છે. ભારતીય લસણ કરતા ચાઈનીઝ લસણ સસ્તુ હોય છે.
ચાઈનીઝ લસણ કેમ જોખમી?
ચાઈનીઝ લસણ આરોગવાથી કેન્સર થાય છે
ભારતમાં 2006માં પ્રતિબંધ મુકાયો છે
ફૂગની સંભાવના વધુ હોય છે
જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે
નેપાળ, બાંગ્લાદેશ થઈને ચાઈનીઝ લસણ આવતું હતું
બિહાર, UP, પૂર્વોત્તર રાજ્યોમાં આવી ઘટના સામે આવી છે
લસણ ખાતા પહેલાં થઈ જાઓ સાવધાન
તમારા રસોડામાં એકવાર લસણ જઈને ચેક કરો. તમારા રસોડામાં ક્યાંક નકલી લસણ તો નથીને? માર્કેટમાં બેરોકટોક ચાઈનીઝ લસણ આવી ગયું છે. લસણના ફોતરા ઉખાડશો તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. લોકો હવે શું ખાય બધીજ જગ્યાએ નકલીનો સામ્રાજ્ય ફરી વળ્યું છે. આજના યુગમાં શુદ્ધ ખોરાક પણ શંકાના દાયરામાં છે. હવે તો કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં ડર લાગી રહ્યો છે. હવે તો લોકોની થાળી સુધી નકલી ઝેર પહોંચી ગયું છે. ભારતમાં ઉગતા લસણનો ભાવ 300થી લઈને 350 રૂપિયા પ્રતિ કિલો છે. આટલા ભાવ બાદ પણ જનતાને નકલી લસણ મળી રહ્યું છે. જ્યારે કે, ચાઈનીઝ લસણનો ભાવ 80થી 100 રૂપિયા છે.