- 50 એમએલના બે પેગ પણ પ્યાસીઓને ઓછા પડ્યા
- મુસાફરોએ રૂ.1.80 લાખનો દારૂ ખુટવાડી દીધો: નાસ્તો પણ ખલાસ
એર ઈન્ડિયા એક્સપ્રેસે શુક્રવારે સુરતથી બેંગકોક માટે સીધી જ ફ્લાઇટ શરૂ કરી હતી. જે પહેલી ફ્લાઈટ જ ફૂલ થઇ ગઈ હતી અને મુસાફરોએ ખૂબ આનંદ માણ્યો હતો. તેમણે સુરતથી બેંગકોક વચ્ચેની પ્રથમ યાત્રાનો અનુભવ શેર કર્યો હતો અને થોડી જ વારમાં વાઇરલ થયો હતો. અહેવાલ મુજબ સુરતથી બેંગકોકની ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોએ એટલો દારૂ પીધો કે ફ્લાઈટમાં હાજર તમામ સ્ટોક ખૂટી ગયો હતો. જેને લઈને ફ્લાઈટના કર્મચારીઓએ મુસાફરોને ના પાડવી પડી હતી. ક્રૂ મેમ્બરે ‘સોરી નો લિકર’ તેમ કહેવું પડ્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે, ફ્લાઇટમાં રૂ. 1.80 લાખનો દારૂ ખૂટી ગયો હતો.
સુરતથી બેસેલા મુસાફરો 4 કલાકની અંદર જ 15 લિટર દારુ ગટગટાવી ગયા હતા.આ સાથે ફ્લાઈટમાં મુસાફરોએ વિસ્કી-બિયર સહિતનો સ્ટોક પણ પતાવી દીધો હતો. એટલું જ નહીં, તેની સાથે સુરતીઓએ ફ્લાઈટમાં નાસ્તાની એવી મજા માણી કે તમામ નાસ્તો ખાલી થઈ ગયો. ખમણ, થેપલા સહિતની તમામ ખાણી-પીણીની વસ્તુઓનો સ્ટોક ખાલી થઈ જતા ફ્લાઈટના ક્રૂ મેમ્બર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.300 મુસાફરો સાથે ઉડાન ભરેલી ફ્લાઇટે 4 કલાક બાદ બેંગકોકમાં ઉતરાણ કરવાનું હતું પરંતુ આ પહેલા જ દારૂનો સ્ટોક ખતમ થઈ ગયો હતો.
ગુજરાતીઓ દીવ, દમણ કે ગોવામાં નહિ પરંતુ બેંગકોક જતી ફ્લાઈટમાં દારૂ ઢીંચ્યો હતો. આ ફ્લાઈટમાં 300 જેટલા પેસેરન્જર સવાર હતા. જેમણે 4 કલાકની મુસાફરી દરમિયાન 15 લિટર એટલે કે 1.80 લાખ રૂપિયાનો દારૂ પીધો હતો. આ સાથે ફ્લાઈટમાં મુસાફરોએ વિસ્કી-બિયર સહિતનો સ્ટોક પણ પતાવી દીધો હતો. એટલું જ નહીં, તેની સાથે સુરતીઓએ ફ્લાઈટમાં નાસ્તાની એવી મજા માણી કે તમામ નાસ્તો ખાલી થઈ ગયો. ખમણ, થેપલા સહિતની તમામ ખાણી-પીણીની વસ્તુઓનો સ્ટોક ખાલી થઈ જતા ફ્લાઈટના ક્રૂ મેમ્બર પણ અચંબિત થઈ ગયા હતા.
ફ્લાઇટમાં નશામાં ધૂત થઇ કોઈ પેસેન્જર અશોભનીય વર્તન ન કરે તે હેતુથી એક પેસેન્જરને 50 એમએલના બે પેગ જ આપવાનો નિયમ છે. જે નિયમ હેઠળ મુસાફરોને બે-બે પેગ આપવામાં આવ્યા હતા પણ તેમ છતાં દારૂનો સ્ટોક ખલાસ થઇ ગયો હતો અને મુસાફરોએ વધુ દારૂની માંગણી કરી હતી. ઉપરાંત ફ્લાઇટમાં નાસતો પણ ખૂટી ગયો હતો.