- હત્યાનું કાવતરું રચનાર મૌલવીની ધરપકડ બાદ અન્ય આરોપીની ધરપકડ
- આરોપીઓ પાકિસ્તાનના ડોગર સાથે સીધા સંપર્કમાં હતા
સુરત ન્યૂઝ : સુરતમાં હિન્દુવાદી નેતાઓની હત્યાનું કાવતરું રચનાર મૌલવીની ધરપકડ બાદ ઘણા ખુલાસાઓ થયા છે . મૌલવી સાથે જોડાયેલા બિહારના મુજફર પુરના શહેનાજ ઉર્ફે મોહમ્મદ અલી તેમજ મહારાષ્ટ્રના એક ઈસમની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે . મોહમ્મદ અલીને કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા . મોહમ્મદ અલી ઉર્ફે સાહેનાઝ પાકિસ્તાનના ડોગર સાથે સીધા સંપર્કમાં હતો.
મોડી રાત્રે સુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપીને લઈ સુરત પહોંચ્યા હતા . શકીલ સતાર શેખ શહેનાજ અને મૌલવી સાથે સંપર્કમાં હતો. હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા કઈ રીતે કરવી અને કઈ રીતે હથિયાર લાવવું તે બાબતની વાતચીત આ ત્રણેય સાથે મળીને કરતા હતા. સુરતના ઉપદેશ રાણા સહિત હિન્દુવાદી નેતા રાજા સિંહ અને હિન્દુ ધર્મનો પ્રચાર કરતી ચેનલના હેડ સુરત ચૌહાણ તેમજ નૂપુર શર્મા આ ઈસમોના ટાર્ગેટ હતા. પાકિસ્તાનથી ડોગર હથિયાર આપવાનો હતો. હાલ આ ત્રણેય સાથે જોડાયેલા અન્ય લોકોના કનેક્શન બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. મુજફ્ફરપુર થી પકડાયેલા શહેરનાઝ અને મહારાષ્ટ્ર થી ઝડપાયેલા શકીલ સતાર શેખની પૂછપરછમાં નવા ખુલાસા થવાની સંભાવના છે .
ભાવેશ ઉપાધ્યાય