Surat : ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બે રિવોલ્વર અને દેશી તમંચા અને જીવતા કાર્ટીસ કબજે કર્યા છે. આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે જેમાં અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ચાર અને ઉમરા પોલીસ મથકમાં બે ગુના નોંધાયેલા છે જેમાં આરોપી એક ગુનામાં પાસા હેઠળ પણ ધકેલાયેલો છે.
આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે, સુરત શહેરમાં દિવાળી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ કરી ફાયર આર્મ્સ હથિયારો પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે આ દરમિયાન બાતમીના આધારે આરોપી જીતુ ઉર્ફે જીતુ બિલ્લો આલ્જી રાઠોડની ધરપકડ કરી છે. તેમજ પોલીસે અઠવા તાપી નદીના કિનારે શનિવારી બજાર ડકકા ઓવારા પાસે આવેલ વળકપ ભૂતબંગલા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની બે રિવોલ્વર અને દેશી તમંચા અને જીવતા કાર્ટીસ કબજે કર્યા છે. આ ઉપરાંત ર્પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
તેમજ પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે , તે અને તેનો મિત્ર નિલેશ વળવી તાપી નદીમાં શ્રીફળ , ચૂંદડી , સિક્કાઓ અને ભંગાર વીણવાની મજૂરી કામ કરતો હતો. તેમજ આશરે બે મહિના પહેલા તાપી નદીમાં ભંગાર વીણવા જતી વખતે એક થેલીમાં હથિયારો મળી આવ્યા હતા. જે હથિયારો તેણે ડક્કા ઓવારા પાસે આવેલ વડકપ ભૂત બંગલામાં સંતાડીને મૂકી રાખ્યા હતા.
પરંતુ 15 દિવસ પહેલા તેના મિત્ર નિલેશ વળવીની હત્યા વિશાલ ઉર્ફે કાચા નામના ઇસમે કરી હતી. જેની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં દાખલ થઈ હતી. જેથી તેના મિત્રની હત્યા થયા બાદ તેના પર આશરે 7 દિવસ પહેલા અર્જુન નામના એક ઇસમે હુમલો કર્યો હતો
પોલીસે બાતમીના આધારે આરોપીને હથિયારો સાથે ઝડપી પાડ્યો છે, તેમજ વધુ પૂછપરછ દરમ્યાન તેણે એક હથિયાર કોઝવે બ્રિજના ફલર્ડ ગેટની જાળીમાં ફસાવીને સંતાડી રાખ્યા હોવાની કબુલાત કરી હતી. ત્યારે આ બાબતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો સાથે હથિયાર શોધવા માટેની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન પકડાયેલ આરોપી જીતુ ઉર્ફે જીતુ બિલ્લો લાલજી રાઠોડ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે, જેમાં અઠવાલાઇન્સ પોલીસ મથકમાં 4 અને ઉમરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયેલા છે, જેમાં આરોપી એક ગુનામાં પાસા હેઠળ પણ ધકેલાયેલો છે.
ભાવેશ ઉપાધ્યાય