• નકલી પોલીસ બની હનીટ્રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 30 લાખનો તોડ કરનાર ઝડપાયો

  • બંને શખ્સોને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ

સુરત ન્યૂઝ

સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની રૂપિયા 30 લાખનો તોડ કરનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. સુરતના પાલનપુર જકાતનાકા પાસેની સોસાયટીમાં રહેતાં બિલ્ડરને એક યુવતી સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બની હનીટ્રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 30 લાખનો તોડ કર્યો હતો. બિલ્ડરે અડાજણ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

સુશાંત નામના દલાલે બિલ્ડરના વોટ્સએપ નંબર ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા ઓફર કરી હતી. બિલ્ડરે દલાલનો સંપર્ક કરતા જકાતનાકા પાસેના એક મકાનમાં બોલાવાયો હતો. જ્યાં અગાઉથી એક યુવતી હાજર હતી. બંગલામાં પ્રવેશ કરતાની સાથે દરવાજો બંધ કરી દીધો હતો. આ સમયે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી, સુશાંત સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બનીને આવ્યા હતા. તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરને ધમકી આપી કેસ ન કરવા પેટે અડાજણ પીઆઇના નામે દમ મારી રૂપિયા 30 લાખનો તોડ કર્યો હતો.

જેથી અડાજણ પોલીસે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના શખ્સોને ઝડપી રૂપિયા 30 લાખ રિકવર કર્યા છે. બંને શખ્સોને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દરમિયાન જાણવા મળ્યુ છે કે, ગોપાલ નામનો શખ્સ અગાઉ એક હનીટ્રેપના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.

ભાવેશ ઉપાધ્યાય

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.