- આમ આદમી પાર્ટીને મોટો ફટકો
- 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
સુરત ન્યૂઝ : સુરત આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો. આપના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા બાદ માલધારી સેલના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પોતાના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે તમામ કાર્યકર્તાઓએ કેસરિયો કેસ ધારણ કર્યો.
સુરત ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યોજાયો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સતત ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા અને આપના મોટા નેતા કહેવાતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા ભાજપમાં જોડાયા હતા. ત્યારે સુરત માલધારી સેલના 100 કરતાં વધારે કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનું કેસરિયો કેસ ધારણ કર્યો છે.
ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપપ્રમુખ પિયુષ દેસાઈની સાથે તમામ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમાં જે શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા દ્વારા માલધારી ચલના તમામ કાર્યકર્તાઓને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. તો શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ તમામ કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવા લાગશે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની કુશળ નીતિ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોને જોઈને માલધારી સેલના આ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
ભાવેશ ઉપાધ્યાય