- મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરના અશોક સુથાર ઉર્ફે અબુબકર
- અશોક સુથાર દિલ્હીની મસ્જિદમાં ધર્મપરિવર્તન કરી અબુબકર બન્યો
સુરત ન્યૂઝ : સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કર્યા બાદ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરનાં અશોક સુથાર ઉર્ફે અબુબકરને લઈ ખુલાસો થવા પામ્યો છે. જેમાં અબુબકર પાકિસ્તાની યુવતીઓ સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાની યુવતીઓનાં સંપર્કમાં આવ્યા બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું. અશોક ઉર્ફે અબુબકરનાં ઘરે તપાસમાં પોલીસને કેટલીક હકીકતો જાણવા મળી હતી.
પાકિસ્તાનની યુવતીઓનો સંપર્ક
પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો.