નેશનલ હાઈ વે 8 પર ઉભેલા ટ્રેક્ટરમાં ટેમ્પો ઘૂસી ગયો હતો. જેથી ટેમ્પો ચાલક અને રોડ પર ઉભેલા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતના પગલે ત્રણ જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નેશનલ હાઈ વે પર વાલેસા પાટીયા નજીક ઈંટ ભેરેલા ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલા ટ્રેક્ટરમાં ટેમ્પો ઘૂસી ગયોહતો. અકસ્માતના પગલે ટેમ્પો ચાલક અને રોડ પર ઉભેલા એક રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના પગલે ત્રણ જેટલાને ગંભીર ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પાલોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.