- આઠ વર્ષની બાળકીની શ્વાસનળીમાં આમલીનો ફળિયો ફસાયો
- સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરીને ઠળિયાના ટુકડા કરી બહાર કાઢવામાં આવ્યો
સુરત ન્યૂઝ : સુરત સિવિલમાં વધુ એક બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. નાના બાળકો નાની ચીજ વસ્તુઓ ઘણી જવાના કારણે ગળા અને શ્વાસનળીમાં ફસાઈ જવાના કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી એક આઠ વર્ષની બાળકીની શ્વાસનળીમાં આમલીનો ફળિયો ફસાઈને ભૂલી ગયો હતો તેથી તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરીને ઠળિયાના ટુકડા કરી બહાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ડાંગ જિલ્લામાં આવેલા ગામમાં મહેશભાઈ ચૌધરી પરિવાર સાથે રહે છે. પરિવારમાં આઠ વર્ષની દીકરી પ્રિયલ છે. તેણે 20 દિવસ પહેલા આમલી ખાતા સમયે ઠળિયો શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી જેથી તેને આવા ખાતે આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બાળકીને વધુ સારવારની જરૂર હોવાથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તપાસ કરતા બાળકીને શ્વાસ નળીમાં આમલીનો ઠળિયો ફસાઈ ગયો હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ બાળકીને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલ પહોંચવા સુધીમાં 20 દિવસ જેટલો ટાઈમ થઈ ગયો હતો.
વીસ દિવસથી શ્વાસ નળીમાં ફળિયો ફસાઈ જવાના કારણે તે ફૂલીને મોટો થઈ ગયો હતો. જેથી તેને ખેંચીને બહાર કાઢવા નો મુશ્કેલ હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં એનટી વિભાગના તબીબો દ્વારા અડધાથી વધુ કલાકની સર્જરી કરીને આ ઠળિયાના ટુકડા કરી બહાર કાઢવામાં સફળતા મળી હતી. હાલ આ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂકી છે અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે.
સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાહુલ પટેલે જણાવ્યું હતું કે, વલસાડ ખાતેથી આ બાળકીને સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. વલસાડ સિવિલ હોસ્પિટલ થી ઓક્સિજન સાથે જ આ બાળકીને ખસેડવામાં આવતા વધુ સરળતા રહી હતી. બાળકીની શ્વાસનળીમાં ફળિયો એવી રીતે ચીપકી ગયો હતો કે તેને ખેંચીને બહાર કાઢવો પોસિબલ ન હતો. જેથી બ્રાઉનકોસ્કોપી સર્જરી કરી ફળિયાના ટુકડા કરીને બહાર કાઢવામાં આવ્યો હતો.
ભાવેશ ઉપાધ્યાય