સુરતમાં મહિલાને માર મારવાનો વિડીયો વાયરલ મામલો થતાં પાંડેસરા પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો .વાયરલ વિડિયો પાંડેસરા પોલીસ મથકની હદનો હોવાનું બહાર આવ્યું હતું , જૂની હત્યાને લઇ બબાલ થઈ હતી .
હત્યા કેસના સમાધાન માટે ગયેલા પરિવાર પર હુમલો કરાયો હતો . માતા ,પુત્રી, પિતા અને પુત્ર પર હુમલો કરાયો હતો . ભોગ બનનાર પરિવારએ પણ સામા પક્ષ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં એક આધેડને ચપ્પુના ઘા મરાયા હતા . બંને પક્ષની સામ સામે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે .
ભાવેશ ઉપાધ્યાય