મકાન બાબતે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી શખ્સ દ્વારા અન્ય પરિચીત પાસે પ્રૌઢ અને તેના મિત્રને મિત્ર પર એસિડ ફેકવ્યું

સુરતમાં ભેસ્તાના સિદ્ધાર્થનગર ખાતે રવિવારે સાંજે મકાન ખાલી કરવાના મુદ્દે થયેલી જુની અદાવતમાં એક વ્યક્તિએ અસિડ પ્રોઢ પર છાંટયુ હતુ. જેથી એસિડ તેના મિત્ર ઉપર ઉડતા દાઝી ગયો હતો. જોકે એસિડ અટેંકની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. એસિડથી દાઝી ગયેલા બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વિગત મુજબ પાંડેસરામાં ભેસ્તાન ખાતે સિદ્ધાર્થનગરમાં રહેતા 54 વર્ષીય કેદાર દંડાસી ગૌડ, તેના મિત્ર પ્રકાશ અને ગોવિંદ સાથે રવિવારે સાંજે પાંડેસરામાં મીલમાં નોકરી કરીને પગપાળા ઘરે જવા નીકળ્યા હતા.

તે સમયે ભેસ્તાનમાં સિદ્ધાર્થનગર ચોકડી ગુરૃકૃપા સોસાયટી પાસે અજાણયા વ્યકિતએ કેદાર ઉપર એસિડ છંટયુ હતુ. જેથી એસિડ નજીકમાં તેના મિત્ર ગોવિંદ પર પણ ઉડયુ હતુ. જેથી બંને દાઝી જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે કેદારની થોડા દિવસ પહેલા પન્નુ ગોડ સાથે મકાન ખાલી કરવા બાબતે ઝધડો થયો હતો. આ ઝધડાની અદાવમાં પન્નુએ તેના પરિચિત વ્યકિતને કેદાર પર એસિડ અટેક કરવા કહ્યુ હતું. તે સમયે તેના મિત્ર ગોવિંદ પર એસિડ ઉડયુ હતુ. આ અંગે પાંડેસરા પોલીસે એસિડ એટેક કરનારની અટક કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.