• 10,851 નંગ સાડી અને રોકડા 3 લાખ રૂપિયા કબ્જે કરાયા
  • વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલની સરાહનીય કામગીરી
  • સાડીના માલિકે પોલીસનો આભાર વ્યક્ત કર્યો

સુરત ન્યૂઝ : સુરતમાં  લાખો રૂપિયાની સાડી જોબવર્ક માટે લઈ ગયા બાદ તે બારોબાર વેચી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. કામરેજમા રહેતા આરોપી મિતેશ ચૌહાણ અને તેની પાસેથી માલ લેનાર વેપારીને ભાવનગરના ગુંદરણા ગામેથી વરાછા પોલીસના મથકના કોન્સ્ટેબલે એકલા હાથે ઝડપી લીધા હતા. તેની સાથે 38.50 લાખની કિંમતની 10,851 નંગ સાડી અને રોકડા 3 લાખ રૂપિયા કબ્જે કર્યા હતા. જે માલિકને માત્ર 15 દિવસમાં પરત અપાવવામાં વરાછા પોલીસે મદદ કરી કરી હતી. ટુંકાગાળામાં મુદ્દામાલ પરત મેળવતા માલિકે પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.Screenshot 1 2

બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓના જોબવર્કનું કામ આપતા

સુરત શહેરના સિટીલાઈટ ઈન્દ્રપ્રસ્થ  એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશ નંદકુમાર ગુપ્તા કે જે વરાછા સોમનાથ ભવનમાં બાગેશ્વર ક્રિએશન નામથી સાડીઓનું મોટા પાયે જોબવર્ક આપવાનું કામ કરે છે. જેમની પાસેથી કામરેજ શિવ વાટિકામાં રહેતા મિતેશ ચૌહાણ અને તેનો ભાઈ રાકેશ ચૌહાણે લાખો રૂપિયાની સાડી જોબવર્ક માટે લીધી હતી. વરાછા લંબે હનુમાન રોડ ઉપર નીલગગન એપાર્ટમેન્ટમાં તેમના ગોડાઉન પર લઈ જવાનું કહી બારોબાર આ સાડીઓ વેચી દઈ રફુચક્કર થઈ ગયા હતા.

સબ ઇન્સ્પેક્ટર એ.જી.ચૌહાણ અને ટીમે આરોપીને ઝડપ્યો

વરાછા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એ.જી.ચૌહાણ અને ટીમે કામરેજથી બે પૈકી એક ભાઇ રાકેશ ચૌહાણને દબોચી લીધો હતો. નાનો ભાઈ મિતેશ વતન ભાવનગરના તળાજાના શોભાવડ ગામે ભાગી છૂટયો હતો. તેની સાથે સાડીઓ ઠેકાણે પાડનાર વિક્રમ ઉર્ફે વીકી કાંતિલાલ પરમાર કે જે રિંગ રોડ વી.ટી.એમ. માર્કેટમાં વૈભવ લક્ષ્મીના નામે કાપડની પેઢી ધરાવતો હોવાનું જણાવ્યું હતું. આ બંનેનું લોકેશન પણ ભાવનગરના મહુવા તાલુકાના ગુંદરણામાં બતાવતું હોવાનું સામે આવ્યું હતું.Screenshot 2 5

કલાકો સુધી આરોપી પર વોચ રાખી ધરપકડ

બંને આરોપી ભાગી જાય તેમ હતા તે સંજોગોમાં વરાછા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને ભાવનગરના બગદાણાનો વતની વાસુ કાળુ રજા ઉપર વતન ગયો હોય જેને અધિકારીઓએ તેને ત્યાં વોચ માટે જવા કહ્યું હતું. આ કોન્સ્ટેબલના ગામથી ગુંદરણા પાંચથી સાત કિમી જ દૂર હોય તે સીધો અહીં પહોંચી ગયો હતો. કલાકો સુધી આ બંને ઉપર વોચ રાખ્યા બાદ મોકો મળતા બંનેને એકલા હાથે દબોચી લીધા હતા.

ત્રણ આરોપીની કરાઈ ધરપકડ

પોલીસે વિક્રમે પોતાની દુકાનની ઉપર ખુલ્લામાં મૂકેલો માલ તથા ભાઠેના, કામરેજ, અનુપમ માર્કેટમાં વેપારીઓને વેચેલો તથા પુણાગામ બાપા સીતારામ સોસાયટી, માં જોબવર્ક માટે આપેલી સાડીઓ સહિત 38.50 લાખની કિંમતની 10,851 નંગ સાડીઓ કબજે કરી હતી. આ સાથે રોકડા 3 લાખ પણ કબજે કર્યા હતા. વરાછા પોલીસ દ્વારા આ મામલે ત્રણેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.Screenshot 3 4

ફરીયાદીને તેનો મુદામાલ પરત કરાયો

કબ્જે કરેલ સાડીઓનો મુદ્દામાલ ચોમાસાની સીઝનમાં પડી રહેવાથી ખરાબ ન થાય અને માલિક રાકેશને આર્થીક સંકળામણનો સામનો કરવો ન પડે તે માટે રાકેશ સાથે સંકલનમાં રહી યોગ્ય માર્ગદર્શન આપી ટુંકાગાળામાં મુદ્દામાલ છોડાવવા અંગેનો કોર્ટમાં અરજીઓ કરાવી હતી. જેથી કોર્ટ સાથે પણ સંકલનમાં રહી કોર્ટમાંથી ઓર્ડર મેળવી ફકત પંદર દિવસમાં ફરીયાદીને તેઓનો સાડીઓનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કર્યો હતો.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.