Surat : ઇલેક્ટ્રીક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેકટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી પૂર્વ IT અધિકારી સાથે કુલ રૂપીયા 2.97 કરોડ રૂપિયાની છેતરપીંડી કરનાર ટૉળકીના ફરાર આરોપી વહુ અને સસરાની ગુરૂગ્રામ, હરિયાણા ખાતેથી ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે. અગાઉ આ મામલે ઇકોનોમિક્સ સેલે આરોપી પુત્રની ધરપકડ કરી હતી. રીટાયર્ડ આઈટી ઓફિસરના ઘરે ભાડેથી રહી તેમનો વિશ્વાસ કેળવીને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સુરતમાં ઇલેક્ટ્રીક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેકટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી પૂર્વ IT અધિકારી સાથે કુલ રૂપીયા 2.97 કરોડ રૂપિયાની છેતરપીંડી કરનાર ટૉળકીના નાસ્તા ફરતા વહુ અને સસરાની ગુરૂગ્રામ, હરિયાણા ખાતેથી ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે. તેમજ અગાઉ આ મામલે ઇકોનોમિક્સ સેલે આરોપી પુત્રની ધરપકડ કરી હતી. રીટાયર્ડ IT ઓફિસરના ઘરે ભાડેથી રહી તેમનો વિશ્વાસ કેળવી આ લોકોએ છેતરપિંડી આચરી હતી.
પૂર્વ IT અધિકારીના ઘરે ભાડેથી રહેનાર પિતા-પુત્રે તેમની જ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેમજ પૂર્વ IT અધિકારી રાજેશ કુંદનલાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના વતની છે. આ સાથે તેઓએ ઇકોનોમિક સેલમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી મનીષ મનવીંદરસીંગ યુગ પિતા સાથે તેમના મકાનમાં ભાડેથી રહેતા હતા. જેથી, રાજેશને આરોપીઓ સાથે ઓળખાણ સારી રીતે હતી. રાજેશને આરોપીઓ જણાવ્યું હતું કે, તેઓ દિલ્હી ખાતે ઈલેક્ટ્રીક વ્હીકલ બનાવવાની એપોનીક્સ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવે છે. જેથી, આરોપીઓએ ફરીયાદીને સુરત ખાતે ઇ-બાઇકનો પ્લાન્ટ શરૂ કરવા માટે જણાવ્યુ હતું. તેમજ તે પ્લાન્ટમાં રાજેશના દીકરાને ડિરેકટર તથા ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી.
રાજેશને વિશ્વાસ અને ભરોસો આપી તેમની નવી કંપનીમાં રોકાણ કરવા જણાવી અને તે રોકાણ ઉપર દર વર્ષે 8 % વ્યાજની લાલચ તથા 20 % શેર હોલ્ડર તરીકે રાજેશના પુત્રને બનાવવાની લોભામણી લાલચ આપી. તેમજ આરોપીઓએ એપોનીક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સુરત ખાતે ઈ.વી. પ્રાઇવેટ લિમિટેડ સ્થાપવા માટે રાજેશ પાસેથી બેન્ક મારફતે કુલ રૂપિયા 2 કરોડ 97 લાખ મેળવી લઈ સુરત ખાતે ઈલેક્ટ્રીક વ્હીકલનો ઈ.વી. પ્લાન્ટ સ્થાપના કરી અને તે પ્લાન્ટમાં રાજેશના પુત્ર દીક્ષાંત લાલને ડિરેક્ટર પદ આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી અને ત્યારબાદમા રાજેશના પુત્ર દીક્ષાંતલાલને ડીરેક્ટર બનાવ્યું હતું.
જો કે, ડીરેકટર તરીકે કોઈ સતા કે અધિકાર અધિકારીઓએ આપ્યું નહીં અને ડીરેક્ટર ફક્ત કાગળ ઉપર દર્શાવી રાજેશ સાથે વિશ્વાસઘાત કર્યું હતું. પ્લાન્ટ આરોપીઓએ પોતાની રીતે બંધ કરી દઇ રાજેશ સાથે કુલ રૂપિયા 2,97 કરોડની છેતરપીંડી કરી હતી. આ સાથે રાજેશે પોતાની સાથે થયેલ છેતરપીંડી અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગેની તપાસ ઇકો સેલને આપવામાં આવી હતી. જે ગુનામાં અગાઉ આરોપી મનીષ મનવીંદરસીંગ યુગની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ઇકો સેલના ACP જી.એ. સરવૈયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે હવે આરોપી 66 વર્ષિય મનવીંદરસીંગ હરબનસીંધ ચુગ અને શિલ્પી મનીષ ચુગની ગુડગાંવ હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપી મનવીંદરસીંગ ઉપર પંજાબ અને દિલ્હીમાં પણ કેસ નોંધાયા છે.
ભાવેશ ઉપાધ્યાય