આપણે સૌ સુરતમાં થયેલ ગ્રીષ્મા હત્યા કેસથી વાકેફ છીએ જેના કારણે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગયો હતો. આ કેસમાં આરોપી ફેનિલને આજ રોજ ફરી કોર્ટમાં રજુ કરાયો હતો. ત્યારે તેને સુરત સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. નામદાર જજ વિમલ કે વ્યાસએ ફેનિલને આ સજા સંભળાવી છે. ચાર્જશીટના 70 દિવસ બાદ જ ચુકાદો આવ્યો છે. દિવસ બાદ જ ચુકાદો આવ્યો છે.
આ ઘટના ૧૨ ફેબ્રુઆરીના રોજ બની હતી જેમાં સુરતના પસોદરામાં ફેનિલે ખુબ જ ક્રુરતાથી ગ્રીષ્માની ગળું કાપી હત્યા કરી હતી. સરકાર ફેનિલને આકરી સજા કરે તેવી લોકોની માંગ હતી. આરોપીએ આ હત્યા પૂર્વ તૈયારી કરીને કરી હતી. જ્યાં તેણે ચપ્પુ ઓનલાઈન જ ખરીદ્યું હતું. આ કેસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, 355 પાનાની ચાર્જફ્રેમ રજૂ કરવામાં આવ્યા છે. 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરાયા છે. ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી.