- રુક્ષ્મણી નગર પાસે જાહેરમાં ગળું કાપી કરાવી હતી હત્યા
- બનાવનાર થોડા સમયમાં જ પોલીસે આરોપીની કરી અટકાયત
Surat: લિંબાયતમાં ધોળે દિવસે યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લિંબાયતના રુક્ષ્મણી નગર પાસે જાહેરમાં ગળું કાપી હત્યા કરાવી હતી. બનાવને પગલે ઊંચ પોલીસ અધિકારી સહીતનો કાફલો ઘટાના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. જોકે બનાવનાર થોડા સમયમાં જ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. લીંબાયત સ્થિત રૂક્ષ્મણી નગરમાં વિદ્યાર્થીની સરાજાહેર ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.ડિંડોલીના દિપાલી પાર્કમાં રહેતા ૧૮ વર્ષીય રોહન સંતોષ પાટિલની હત્યા કરાઈ હતી. લિંબાયતના રુક્ષ્મણી નગર વિસ્તારમાં વિદ્યાર્થી યુવક સંતોષ પાટીલ પર જાહેરમાં ચપ્પુ વડે ગળું અને હાથ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લીધે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી આસપાસ થી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ રોહન પાટીલનું મોત નીપજ્યું હતું..
બનાવને પગલે આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા અને મૃતક યુવકના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મૃતક યુવકના પરિવારજનોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા એસીપી ડીસીપી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારી સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. ત્યારે સ્થાનિક રહીશો અને મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશન અને પોલીસ સમક્ષ ભારે હંગામો મચાવ્યો હતો. આ પ્રકારની જાણ સુરત મનપાના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલને થતા તેઓ પણ પોલીસ મથક લોકોને સમજાવવા પહોંચ્યા હતા. જોકે લોકોએ ડેપ્યુટી મેયરનો પણ ઘેરાવો કરીને ધક્કે ચડાવ્યા હતા.
જોકે સમગ્ર બનાવવામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતે તપાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થી યુવક રોહન પાટીલની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. રોહન ની હત્યા લિંબાયતના રામેશ્વરનગરમાં રહેતા દીપક પાટિલે કરી હતી. હત્યાના ગણતરીના સમયમાં લિંબાયત પોલીસે હત્યા કરનાર યુવક દીપક પાટીલની અટકાયત કરી લીધી હતી. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા ચોકાવનારી માહિતી પોલીસને તેણે જણાવી હતી. દીપકનું એક યુવતી સાથે અફેર હતું, જે રોહનને ખબર પડી ગઈ હતી. ત્યારે રોહન તેનો ફાયદો ઉઠાવી આ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી દીપકને ધમકાવતો હતો. બે વખત તેને ત્રણેક હજાર રૂપિયા પણ આપ્યા હતા.છતાં તે પીછો છોડતો ન હતો.ત્યારે આજે રૂપિયા આપવાનું કહી રોહનને પોતાની સોસાયટીમાં બોલાવ્યો હતો.નજીકના મેદાનમાં લઇ જઈ મોકો મળતાં તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દઈ તેની હત્યા કરી નાંખી હતી.
જોકે હાલ તો પોલીસે હત્યા મામલે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીએ જે હકીકત કહી છે તે ઉપરાંત હત્યા પાછળનું અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તેની પણ તપાસ કરાઈ રહી છે.