Abtak Media Google News
  • પોલીસ દ્રારા આરોપીનું તેના જ વિસ્તારમાં કઢાયુ સરઘસ
  • પોલીસ દ્વારા કરાઈ સરાહનીય કામગીરી

surat: સુરતમાં પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં ચપ્પુથી હુમલા કરવામાં આવ્યો હતો. ઘાતક ચપ્પુથી હુમલાનો વીડિયો વાઇરલ થતાં યુવકનું પાંડેસરા પોલીસે ભાઈગીરીનું ભૂત ઉતાર્યું હતું. જેમાં આરોપીની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં ચપ્પુ જેવા ઘાતક તેમની બીક ન રહે તે માટે તેમનું સરઘસ કાઢી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે હથિયારો સાથે માથાકૂટ કરતા અને મારામારી કરતા હોય તેવો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોના આધારે આ અસામાજિક તત્વોની સાન ઠેકાણે લાવવા પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.