- ACBએ 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો
- ASI સાગર પ્રધાન વોન્ટેડ જાહેર
સુરત ન્યૂઝ : સુરતમાં ACBએ સપાટો બોલાવીને 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો છે. ACB દ્વારા કતારગામ સ્થિત અલકાપુરી સર્કલ બ્રિજ પાસે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં વચેટિયો આબાદ ઝડપાઇ ગયો છે. પકડાયેલ આરોપી સુરત ECO સેલના આર્થિક ગુન્હા નિવારણ શાખાના ASI સાગર સંજયભાઈ પ્રધાન વતી લાંચ સ્વીકારવા આવ્યો હતો. હાલ ASI સાગર પ્રધાન વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને લાંચ લેતા ઝડપાઇ જનાર વચેટિયા ઉત્સવ પ્રધાન વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ફરિયાદીની ઓફિસમાંથી લેપટોપ, DVR ,કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ આવ્યો હતો. ફરિયાદીને ઇકો સેલની કચેરીએ લાવી તેના ભાગીદારને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ઓફિસમાંથી લઈ આવેલ સામાન પરત આપવાના અવેજ પેટે 15 લાખની લાંચ માંગી હતી. પતાવટના અંતે 5 લાખમાં સમાધાન થયું હતુ. જે મામલે નવસારી ACB દ્વારા છટકું ગોઠવી રૂ 5 લાખની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડ્યો છે.
વર્ષ 2020માં ભરતી થનારા ASI સાગરનો પગાર 26 હજાર છે.
1.84 કરોડનું સોનું ચાંઉ કરી જતા મુંબઈના વેપારીએ કતારગામના ઝવેરી સામે ગુનો નોંધાવ્યો હતો. જેમાં સાગરે આરોપી વેપારીને પકડી પાડ્યો સાથે ભાગીદારને પણ લઈ આવી હતી. સામાન અને ભાગીદારને છોડવા તેણે 15 લાખ માંગ્યા હતા.
મુંબઈથી પરત ફરી લાંચ લેવાનો તખ્તો ઘડ્યો હતો
ઠગાઈના ગુનામાં આરોપીને પકડવા ASI સાગર મંગળવારે સવારે પીએસઆઈ સાથે મુંબઈ ગયો હતો. મુંબઇથી સાંજે પરત ફર્યો હતો. ત્યાર પછી તેણે લાંચની રકમ લેવા માટે પોતાના ભાઈને મોક્લ્યો હતો. જો કે, છટકું ગોઠવાયું હોવાની ખબર પડી જતા તે ભાગી છૂટ્યો હતો.
ભાવેશ ઉપાધ્યાય