- ACBએ રાજ્યવેરા વિભાગના અધિકારી નિલેશ પટેલને લાંચ લેતા ઝડપ્યો
- વેપાર ટેક્સના રિફંડ મેળવવા માંગી હતી 15 હજારની લાંચ
- ACBએ છટકું ગોઠવીને અધિકારીને રંગેહાથ ઝડપ્યો
ગુજરાતભરમાંથી અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા ઝડપાયા છે. આ પ્રકારની ઘટનાઓ ઝડપી પાડવા માટે એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાંથી રાજ્યવેરા વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. લાંચ લેવાને મામલે એસીબીએ નિલેશ પટેલની ધરપકડ કરી છે. વેપાર ટેક્સના રિફંડ મેળવવા બદલ રાજ્યવેરા વિભાગના અધિકારીએ વેપારી પાસેથી 15 હજારની લાંચ માંગી હતી. અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાગૃત નાગરિક તરીકે તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જ્યાં ACBએ છટકું ગોઠવીને 15 હજારની લાંચ લેતા અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
રાજ્યવેરા વિભાગનો અધિકારી 15 હજારની લાંચ લેતા ઝડપાયો
અનુસાર માહિતી મુજબ, ગુજરાતભરમાંથી અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા ઝડપાયા છે. આ પ્રકારની ઘટનાઓ ઝડપી પાડવા માટે એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરી આ પ્રકારના સત્તાધિકારીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. એવામાં સુરતમાંથી રાજ્યવેરા વિભાગનો લાંચિયો અધિકારી ઝડપાયો છે. લાંચ લેવાને મામલે ACBએ નિલેશ પટેલની ધરપકડ કરી છે.
વેપાર ટેક્સના રિફંડ મેળવવા બદલ રાજ્યવેરા વિભાગના અધિકારીએ વેપારી પાસેથી 15 હજારની લાંચ માંગી હતી. અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાૃત નાગરિક તરીકે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જ્યાં ACBએ છટકું ગોઠવીને 15 હજારની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યો હતો.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય