- વરાછા વિસ્તારમાં પરિણીત યુવકને હનિટ્રેપમાં ફસાવ્યો
- 3.50 લાખ રૂપિયા પડાવ્યા
સુરત ન્યૂઝ : સુરતના વરાછામાં પરિણીત યુવકને હનિટ્રેપમાં ફસાવી 3.50 લાખ રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે .સાડીના જોબ વર્ગનું કામ કરતાં પરિણીત યુવકને સ્કોકા ઇન નામની વેબસાઈટ પરથી યુવતીનો સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને whatsapp ચેટ શરૂ કર્યું હતું. જેમાં યુવતીએ મેસેજમાં સેક્સ કરવું છે તેવું પૂછતા યુવકે હા પાડી હતી. ત્યારબાદ પહેલા દિવસે યુવતીએ યુવકને મળવા માટે કતારગામ ચીકુવાડી બોલાવ્યો હતો અને બીજા દિવસે અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા તુ રાજ એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો.
એપારમેન્ટના એડ્રેસ પર જતા ફ્લેટમાં બે મહિલા હતી જેમાંથી એક મહિલા યુવકને પોતાની સાથે રૂમમાં લઈ ગઈ હતી. મહિલાએ પોતાનું નામ આલિયા હોવાનું કહીને યુવકના કપડા ઉતાર્યા હતા અને ત્યારબાદ પોતે કપડા ઉતારવાનો ઢોંગ કર્યો હતો. આટલા સમયમાં અજાણ્યા ઈ સમયે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારબાદ રૂમમાં રહેલી અન્ય એક મહિલાનો ચોટલો પકડીને એ મહિલાને યુવક જે રૂમમાં હતો તે રૂમમાં લઈ ગયો અને મોબાઇલમાં શૂટિંગ ઉતારવા લાગ્યો હતો . રૂમમાં ઘૂસેલા વ્યક્તિએ પોતે પોતાની ઓળખ પોલીસના સ્ટાફ તરીકેની આપી હતી.
જોકે યુવક ડરી ગયો હોવાથી પહેલા બે લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી અને પોલીસના સ્વાંગમાં આવેલા એ 4,00,000 ની માગણી કરી હતી. અંતે સાડા ત્રણ લાખ રૂપિયા માં સમાધાન થઈ ગયું હતું. 3.50 લાખ રૂપિયા આપીને રત્નકલાકારને ધમકાવાયો હતો કે જો આ બાબતે તે કોઈને જાણ કરશે તો વિડીયો વાયરલ કરી દેવાશે. જોકે આ સમગ્ર મામલે પોલીસે ફ્લેટ આપનારે હરેશ સરવૈયાની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે 3.50 લાખમાંથી 80 હજાર તેને મળ્યા હતા. અગાઉ હરેશ સામે કતારગામ અને વરાછા પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેપના ગુના નોંધાયા છે.
ભાવેશ ઉપાધ્યાય